1 મહિના સુધી લંબાઈ ગયું લોકડાઉન 5..રેસ્ટોરેન્ટ, હોટેલ સ્કૂલ કોલેજ બધું જ ખુલશે પણ

0

સેન્ટ્રલ ગવર્મેન્ટએ લોકડાઉન 5 માટે ગાઇડલાઇન જાહેર કરી છે. તેને અનલોક 1 નામ આપ્યું છે. તે પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકારે તબક્કાવાર છૂટછાટ આપી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન રહેશે અને તેમાં માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહી શકશે. તે સિવાયના વિસ્તારોમાં તબક્કાવાર કઇ સેવાઓ શરૂ થશે તેની ગાઇડલાઇન આ પ્રમાણે છે-

કેન્દ્ર સરકારે લોકડાઉન વધાર્યું..

એક જૂનથી 30 જૂન સુધી લોકડાઉન 5.0..

કન્ટેઇનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો યથાવત્..

નવી અપડેટ પ્રમાણે

8 જૂન 2020 પછીથી હોટલ્સ વગેરે હટાવી દેવાશે.

8 જૂન 2020 પછીથી ધાર્મિક સંસ્થાઓ ખોલી શકાશે

રાતનું કરફ્યુ 9 થી 5 દરમિયાન રહેશે.

દિલ્હી મેટ્રો હાલ દોડશે નહી.- રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે.

ફોરેન યાત્રા પર પાબંધી યથાવત રહેશે.

અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકો જ સામેલ થઇ શકશે.

દુકાનો પર ફક્ત 5 લોકો એકસાથે સામાન ખરીદી શકશે.

શોપિંગ મોલ્સ વગેરે ફેસ 1 માં આવે છે.

સ્કૂલ, એજ્યુકેશન વગેરે ખોલવા માટે રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યું છે. જુલાઈમાં સ્કૂલ કોલેજ જ ખોલી શકાશે. ફેઝ -1 ધાર્મિક સ્થળો અને મંદિરો, હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય હોસ્પિટાલિટી સર્વિસીઝ અને શોપિંગ મોલ્સ વગેરેને 8 જૂન 2020થી શરૂ કરી શકાશે.

આ નવી ગાઇડલાઇન્સ મુજબ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. દેશમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચાલું રહેશે. પાંચમા લૉકડાઉનમાં ધાર્મિક સ્થળો જેમકે મંદિર-મસ્જિદ-ગુરૂદ્વારા-ચર્ચ ખોલવામાં આવશે. ઘણા રાજ્યો ઇચ્છી રહ્યા હતા કે શોપિંગ મોલ પણ ખોલવામાં આવે તો તે પણ તબક્કાવાર રીતે ખોલવામાં આવશે. સ્કૂલ-કૉલેજ બીજા ફેઝમાં જુલાઈમાં ખુલી શકે છે. 8 જૂનથી રેસ્ટોરન્ટ અને હોટલ પણ ખુલશે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા ફરજીયાત છે. મુદ્દાની વાત કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા-આવવાનો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો છે.

આખા ભારતમાં લોકડાઉન 4.0 આવતી કાલે એટલે કે 31 મેના રોજ પુર્ણ થઇ રહ્યું છે. તેને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉન 5.0 માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. આપણે ગુજરાતમાં સુરત અને અમદાવાદ સિવાય મોટે ભાગે છુટછાટ આપી હતી. હવે અનલોક 1માં વધારે છુટછાટ તરફ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આગળ વધી રહ્યા છે.

સરકારે જણાવ્યું કે હવેથી રાત્રે 7 વાગ્યે જે કર્ફ્યું લાગતો હતો તે હવે રાત્રે 9 PM થી સવારે 5 AM સુધી કર્ફ્યું રહેશે. દરેક દુકાનો બપોરે 4 વાગ્યે બંધ કરાતી હતી તે હવે સાંજે 7 વાગ્યે બંધ કરી દેવાની રહેશે. ઓડ ઇવન સિસ્ટમ બંધ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બજારની તમામ દુકાનો અને ઓફીસો ખોલવા માટેની મંજૂરી આપવામાં આવે છે.

ગુજરાતમાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં

લોકો સરળતાથી આવજા કરી શકે એના માટે ગુજરાતમાં ST ચાલશે (60 % બેઠક)

બાઈકમાં પરિવારના સભ્ય સાથે 2 માણસને સવારીની છૂટ, પરંતુ માસ્ક ફરજીયાત રહેશે

રેસ્ટોરન્ટો, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ બધા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન્સ પ્રમાણે 8 જૂન પહેલા શરૂ થશે નહીં

કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના બધા જ વિસ્તારમાં સવારે 8 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી વેપાર-ધંધો ચાલુ રાખી શકાશે

વધુમાં જણાવ્યું કે રીક્ષા ચાલકો માટે પણ સારા સમાચાર છે. અમદાવાદ-સુરત સહિત સમગ્ર રાજ્યમાં રીક્ષા ચલાવવા પર છૂટ આપવામાં આવી છે. ડ્રાયવર સહિત 2 પેસેન્જરને બેસાડી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.