ધાર્મિક-દુનિયા

મોટા ભાગના લોકોને ખબર નથી કેદારનાથ મંદિરનું રહસ્ય, જાણો આજે કેમ આખી દુનિયા કપાટ ખુલવાની રાહ જોઈ રહી છે

આ વર્ષે પણ દર વર્ષની જેમ મે મહિનાથી જ કેદારધામની યાત્રા શરુ થઇ ચુકી છે. ત્યારે લગભગ 6 મહિનાની લાંબી રાહ જોયા પછી કેદારનાથના કપાટ ખુલતા જ દેશ-વિદેશથી આવેલા સેંકડોની સંખ્યામાં હાજર ભક્તોએ બાબા કેદારનાથના દર્શન કર્યા. કેદારનાથ ધામ 12 જ્યોર્તિલિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોર્તિલિંગ છે. કેદારનાથ ધામ બધી જ બાજુએથી પહાડોથી ઘેરાયેલો છે.

Image Source

જયારે ઠંડી પડવા લાગે છે ત્યારે કેદારનાથ અને બદ્રીનાથ મંદિરના કપાટ 6 મહિના માટે બંધ કરી દેવામાં આવે છે. આ સમય દરમ્યાન પૂજારી કપાટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડને પહાડની નીચે ઉખીમઠમાં લઈ જાય છે. આ મંદિરો સાથે એવી માન્યતા જોડાયેલી છે કે જે સમય દરમ્યાન મંદિરના કપાટ બંધ હોય છે એ દરમ્યાન મંદિરમાં પૂજાની જવાબદારી બધા જ દેવી-દેવતાઓ પર આવી જાય છે. જયારે કેદારનાથ મંદિરના કપાટ બંધ થાય છે ત્યારે એ સમયે એક અખંડ જ્યોતિ પ્રગટાવીને રાખવામાં આવે છે. 6 મહિના સુધી મંદિર આસપાસ કોઈ રહેતું નથી પણ એવું માનવામાં આવે છે કે 6 મહિના પછી જયારે ફરીથી મંદિરના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે પણ આ અખંડ જ્યોતિ પ્રગટેલી જ હોય છે. મંદિરના કપાટ મે મહિનામાં ખુલે છે અને દિવાળીના બીજા દિવસથી ઠંડીના કારણે કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે.

Image Source

પૌરાણિક માન્યતાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ આદિ શંકરાચાર્યએ કર્યું હતું. આ સિવાય કેદારનાથ ધામના નિર્માણ પાછળ પાંડવોનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ ત્રિકોણ આકારનું છે. તેની સ્થાપના વિશે એવું કહેવામાં આવે છે કે હિમાલયના કેદાર શૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરી રહયા હતા. તેમની આરાધનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પ્રગટ થયા. તેમની પ્રાર્થના અનુસાર, ભગવાન શિવે તેમને જ્યોતિર્લિંગના રૂપમાં સદાય વાસ કરવાનું વરદાન આપ્યું.

Image Source

આ સિવાય કેદારનાથ મંદિર વિશે એક બીજી પણ માન્યતા છે કે મહાભારતના યુદ્ધમાં વિજયી થયા બાદ પાંડવો પોતાના ભાઈઓની હત્યાના પાપથી મુક્તિ મેળવવા માંગતા હતા. આ માટે તેઓ ભગવાન શંકરના આશીર્વાદ મેળવવા માંગતા હતા, પરંતુ ભગવાન શિવ પાંડવોથી નારાજ હતા જેથી તેઓ દર્શન આપવા માંગતા ન હતા. જેથી કાશી પહોંચેલા પાંડવોને ભગવાનના દર્શન ન થયા, તેથી પાંડવો ભગવાનને શોધતા હિમાલય સુધી પહોંચી ગયા પણ ભગવાન અંતર્ધ્યાન થઈને કેદારમાં જઈને વસ્યા. બીજી તરફ પાંડવોએ પણ નક્કી કરી દીધું હતું કે દર્શન તો કરીને જ રહેશે.

Image Source

પાંડવો પણ ભગવાનની પાછળ કેદાર પહોંચી ગયા તો ભગવાને બળદનું સ્વરૂપ ધારણ કરી દીધું અને બીજા પશુઓની સાથે થઇ ગયા, ત્યારે ભીમે વિકરાળ સ્વરૂપ લીધું અને બે પહાડ વચ્ચે પોતાના પગ ફેલાવી દીધા. બીજા બધા જ પશુઓ તો પસાર થઇ ગયા પણ બળદ રૂપમાં ભગવાન જવા તૈયાર ન થયા. ત્યારે ભીમ આ બળદ પર ઝપટયાં તો ભગવાન ધરતીમાં અંતર્ધ્યાન થવા લાગ્યા ત્યારે ભીમે બળદની પીઠનો ભાગ પકડી લીધો.

Image Source

ત્યારે ભગવાન શંકર પાંડવોની ભક્તિ અને દ્રઢ સંકલ્પ જોઈને પ્રસન્ન થયા અને તત્કાલ દર્શન આપીને પાંડવોને પાપ મુક્ત કરી દીધા. એ જ સમયથી ભગવાન શંકર બળદની પીઠની આકૃતિ-પિંડના રૂપમાં કેદારનાથમાં પૂજાય છે. કેદારનાથ મંદિર સાથે જોડાયેલી એક આશ્ચર્યની વાત એ પણ છે કે 6 મહિના સુધી બંધ રહયા બાદ પણ આ મંદિરમાં સ્વચ્છતા એવી જ જોવા મળે છે, જેવી બંધ કરતા સમયે હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks