વર્ષો પહેલા રાજ કપૂરની ફિલ્મમાં બોલ્ડ સીન આપીને આ અભિનેત્રી લોકોના દિલ પર છવાઇ ગઇ હતી, આજે ફિલ્મોથી દૂર કરે છે આ કામ

‘રામ તેરી ગંગા મેલી’માં હિરોઈને પાતળી સાડીમાં ભીંજાયેલું શરીર બતાવતા તો બતાવી દીધું, પછી શું થયું? જાણી લો

વર્ષ 1985માં આવેલી ફિલ્મ “રામ તેરી ગંગા મૈલી”માં બોલ્ડ સીન આપી રાતો રાત સ્ટાર બની ગઇ હતી. મંદાકિનીએ વર્ષ 1985થી શરૂ થયેલ 6 વર્ષના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મો કરી અને તે બાદ તે કયાંક ગાયબ થઇ હતી. કોઇને ખબર પણ ના પડી. મંદાકિનીએ 30 જુલાઇના રોજ તેનો જન્મદિવસ મનાવ્યો હતો. હાલના દિવસોમાં જ મંદાકિનીના ઇન્ડસ્ટ્રીમાં પાછા આવવાની ખ્વાહિશને લઇને ચર્ચામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે, મંદાકિનીનું અસલ નામ યાસ્મીન જોસેફ હતુ, તેમની માતા મુસ્લિમ હતી અને પિતા ઇસાઇ હતા. મંદાકિની બાળપણથી જ અભિનયની શોખીન હતી. પરંતુ તેમને મોકો મળતો ન હતો. “રામ તેરી ગંગા મૈલી” પહેલા તેમને ત્રણ ફિલ્મ મેકર્સે રિજેક્ટ કરી દીધા હતા.

30 જુલાઇ 1963ના રોજ જન્મેલી મંદાકિની મેરઠની રહેવાસી છે. “રામ તેરી ગંગા મૈલી”ને ડાયરેક્ટ કરી રહેલા અભિનેતા રાજકપૂરે મંદાકિનીને 22 વર્ષની ઉંમરે પહેલીવાર જોઇ હતી, જે બાદ તેમણે મંદાકિનીને ફિલ્મમાં કામ કરવાનો મોકો આપ્યો. આ ફિલ્મથી  તેમણે લીડ અભિનેત્રી તરીકે ડેબ્યુ કર્યુ હતુ. મંદાકિનીએ આ ફિલ્મમાં કેટલાક બોલ્ડ સીન આપ્યા હતા. જેનાથી તે રાતો રાત ચર્ચામાં આવી ગઇ હતી.

તેમાં ખાસ કરીને તો ઝરણાં નીચે નહાવા વાળા સીને તો ધમાલ મચાવી દીધી હતી. આ સીનમાં તેણે સફેદ રંગની પતલી સાડી પહેરી હતી. આ સીનને જોઇને તો તહેલકો મચી ગયો હતો. 80ના દાયકામાં આવા સીન એટલે મોટી વાત માનવામાં આવતી. કેટલાક લોકોએ તો સેંસર બોર્ડથી તેના પાસ થવા પર પણ સવાલ ઉઠાવ્યો હતો.

લોકોનું માનવુ છે કે આખરે રાજ કપૂરે તેને પાસ કરાવી લીધો. તે બાદ તેમની ફિલ્મો કોઇ ખાસ કમાલ ન કરી શકી. વર્ષ 1996માં તેમણે ફિલ્મોથી દૂરી બનાવી લીધી. તેમણે બાદમાં ડોક્ટર કગ્યૂર ટી રિનપોચે ઠાકુર સાથે લગ્ન કરી લીધા. તેમના બે બાળકો છે  જેમનું નામ રાબિલ અને ઇનાયા ઠાકુર છે. મંદાકિનીએ “નો વેકેંસી” અને “શંબાલા” નામથી બે મ્યુઝિલ આલ્બમ નીકાળ્યા, પરંતુ બંને ફ્લોપ રહ્યા. તે બાદ તેમણે આવી રીતનો કોઇ એક્સપરીમેન્ટ ન કર્યો.

મંદાકિનીને છેલ્લે ગોવિંદા-આદિત્ય પંચોલીની 1996ની ફિલ્મ “જોરદાર”માં જોવા મળી હતી. તેમણે મુંબઇમાં તેમનો આશિયાનો બનાવવાનો પ્લાન કર્યો. મુંબઇના યારી રોડ પર તેમનું ઘર છે. મંદાકિની પતિના તિબ્બતન હર્બલ સેંટરને ચલાવવામાં તેમની મદદ કરે છે અને લોકો તિબ્બતન યોગા શિખવે છે.

Shah Jina