મનોરંજન

પોતાના મૃત્યુના કેટલાક કલાકો પહેલા જ દિવ્યા ભારતીએ ખરીદ્યું હતું ઘર, મૃત્યુની રાતે બની હતી આ ઘટના

બોલિવૂડમાં એવા કેટલાક કલાકારો છે જેમનું વ્યક્તિત્વ એટલુ જાદુઈ રહ્યું છે કે તેઓને આજે પણ યાદ કરવામાં આવે છે. આવી જ એક અભિનેત્રીનું નામ છે – દિવ્યા ભારતી. દિવ્યા ભારતીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના મૃત્યુ પછી પણ ઘણા લોકો એવા મળશે કે જેઓ હજી પણ દિવ્યા ભારતીને બોલીવુડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માને છે.

Image Source

નાની ઉંમરે દિવ્યા ભારતીએ જે મુકામ પ્રાપ્ત કર્યું તે કોઈના બસની વાત નથી. દિવ્યા ભારતી ફિલ્મ જગતમાં એક સનસની બની ચુકી હતી. 3 વર્ષની ટૂંકી બોલિવૂડ કેરિયરમાં 20થી વધુ ફિલ્મો કરીને દિવ્યાએ તે સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંગામો મચાવ્યો હતો. જો કે જેટલી જલ્દી દિવ્યા બોલિવૂડ અને લોકોના મન પર છવાઈ ગઈ હતી એટલી જ જલ્દી તે આ દુનિયાથી પણ ચાલી ગઈ હતી.

Image Source

વર્ષ 1992માં, 19-વર્ષીય દિવ્યાએ ત્રણ હિટ ફિલ્મ આપ્યા પછી 5 એપ્રિલ 1993ના રોજ તેનું અચાનક મૃત્યુ થયું હતું. તેના મૃત્યુને કારણે ફિલ્મ ઉદ્યોગમાં સનસનાટી મચી ગઈ. તેમનું મોત આજે પણ એક રહસ્ય છે. તો ચાલો જાણીએ સમય કરતા પહેલા મૃત્યુના ખોળામાં સમાઈ જનાર અભિનેત્રી દિવ્યા ભારતીના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો.

Image Source

25 ફેબ્રુઆરી 1974ના રોજ મુંબઈમાં જન્મેલી દિવ્યાએ માત્ર 16 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરુ કરી દીધું હતું. દિવ્યા ભારતીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ બોબ્બીલી રાજાથી વર્ષ 1990માં અભિનયની શરૂઆત કરી હતી. પહેલી ફિલ્મ સુપરહિટ થઇ અને તે પછી દિવ્યા પાસે ફિલ્મ્સની લાઇન લાગી ગઈ.

Image Source

એક જ વર્ષમાં દિવ્યાએ પોતાની સારી એવી ઓળખ બનાવી હતી. પછીના બે વર્ષોમાં તેની 16 ફિલ્મો રિલીઝ થઇ, જે આજે પણ આટલા ટૂંકા ગાળામાં આટલી બધી ફિલ્મો કરવાનો રેકોર્ડ માનવામાં આવે છે. વર્ષ 1992માં દિવ્યાની પહેલી હિન્દી ફિલ્મ રિલીઝ થઈ. તેણે હિંદી ફિલ્મોમાં સની દેઓલની ઓપોઝીટ ફિલ્મ ‘વિશ્વાત્મા’ થી શરૂઆત કરી હતી.

Image Source

આ ફિલ્મમાં દિવ્યા પર ફિલ્માવવામાં આવેલ ‘સાત સમુંદર પાર મેં તેરે પીછે-પીછે આ ગયી’ ગીત આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ પછી, દિવ્યા પાસે હિન્દી ફિલ્મોની પણ લાઈન લાગી ગઈ. તેણે શાહરૂખ અને ઋષિ કપૂર સાથે દીવાના, દિલ હી તો હૈ, દિલ આશના હૈ, શોલા ઔર શબનમ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

Image Source

દિવ્યાને 1993માં ફિલ્મ ‘દીવાના’ માટે બેસ્ટ એક્ટર ડેબ્યૂ ફીમેલનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. દિવ્ય ભારતી હિન્દી ફિલ્મ ઉદ્યોગની એક એવી અભિનેત્રી હતી જેણે તેની સુંદરતા અને અભિનયને કારણે ખૂબ જ નાની ઉંમરે બોલિવૂડમાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

Image Source

તેણે ઘણા ઓછા સમયમાં અને ઘણી નાની ઉંમરે ઘણી હિટ ફિલ્મો આપીને દર્શકોના દિલ જીતી લીધા હતા. શોલા ઔર શબનમ ફિલ્મના શૂટિંગ દરમિયાન દિવ્યાની મુલાકાત પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે થઇ. જલ્દી જ બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો.

Image Source

જયારે દિવ્યાએ તેના 18 વર્ષ પૂરા કર્યા કે તરત જ 10 મે 1992ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન પછી દિવ્યાએ પોતાનો ધર્મ બદલ્યો હતો અને તેણે તેનું નામ સના નડિયાદવાલા રાખ્યું હતું. જોકે, દિવ્યાએ આ લગ્ન ખૂબ જ ખાનગી રીતે કર્યા હતા. પરંતુ દિવ્યા તેના લગ્નની જાહેરાત કરે એ પહેલા જતેનું દુઃખદ અવસાન થયું હતું.

Image Source

એવું કહેવામાં આવે છે કે લગ્ન બાદ દિવ્યા તેના માતાપિતાથી દૂર ગઈ હતી. આ કારણે દિવ્યા ડિપ્રેશનમાં રહેવા લાગી. ઘણા લોકો તેમના માતાપિતા સાથેના તેમની મૃત્યુ સાથે જોડીને જુએ છે.

Image Source

દિવ્યાને 1992માં આવેલી ફિલ્મ ‘દીવાના’ થી સ્ટારડમ મળ્યું. તે શાહરૂખ ખાનની ડેબ્યુ ફિલ્મ હતી. 1992માં ત્રણ સુપરહિટ ફિલ્મો પછી 1993ની તેમની પહેલી રીલીઝ ‘ક્ષત્રિય’ હતી. આ ફિલ્મમાં દિવ્યા સાથે રવીના, સની અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં હતા.

Image Source

‘ક્ષત્રિય’ તેમના જીવનકાળમાં તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ હતી. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થઇ હતી જ્યારે તેનું એપ્રિલમાં મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ બાદ તેમની બે ફિલ્મ રિલીઝ થઇ હતી, રંગ અને શતરંજ, જેમાંથી રંગ હિટ સાબિત થઈ.

Image Source

પોતાના મૃત્યુના દિવસે જ, 5 એપ્રિલના રોજ દિવ્યાએ મુંબઈમાં પોતાનું નવું ઘર ખરીદ્યુ હતું, અને આ જ ઘરની બારીમાંથી નીચે પડીને તે મૃત્યુ પામી હતી. એ દિવસે જ તે શૂટિંગ ખતમ કરીને આ ઘરે આવી હતી અને રાતે દસ વાગે તે પોતાના મિત્રો ડિઝાઈનર નીતા લુલ્લા અને તેમના પતિ સાથે બેઠી હતી. ત્યારે અચાનક જ રાતે 11 વાગ્યાની આસપાસ તે પોતાના પાંચમા માળે આવેલા આ ઘરની બારીમાંથી નીચે પડી હતી. અને તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

Image Source

કેટલાક લોકોનું માનવું છે કે આ આત્મહત્યા હતી, તો કેટલાક લોકોને આ મૃત્યુમાં કોઈ ષડયંત્ર દેખાઈ રહ્યું હતું અને આને હત્યા ગણાવી રહયા હતા. મુંબઈ પોલીસ આ કેસમાં પુરાવા એકત્રિત કરવામાં નિષ્ફળ ગઈ હતી અને અંતે આ કેસની ફાઇલ તેના મૃત્યુના 5 વર્ષ પછી 1998માં બંધ કરવામાં આવી હતી.

Image Source

દિવ્યાનું અવસાન થયું ત્યારે તે ફિલ્મ ‘લાડલા’ નું શૂટિંગ કરી રહી હતી. પાછળથી આ પાત્ર શ્રીદેવીએ ભજવ્યું હતું. આ ફિલ્મ સિવાય દિવ્યા પાસે મોહરા, કર્તવ્ય, વિજયપથ, દિલવાલે, આંદોલન જેવી મોટી ફિલ્મો હતી, જેમાં તેના મૃત્યુ બાદ અન્ય હિરોઇનો લેવામાં આવી હતી. એવી કેટલીક ફિલ્મ્સ પણ હતી જે દિવ્યા ભારતીના મૃત્યુ પછી બંધ થઈ ગઈ હતી. આ જ વાત પરથી અનુમાન લગાવી શકાય છે કે જો આજે દિવ્યા હયાત હોત તો તે બોલિવૂડની કેટલી મોટી સ્ટાર હોત.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.