ખબર

લોકડાઉનમાં 4 ફૂટની કન્યા અને 3 ફૂટના વરરાજાના થયા લગ્ન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ફોટો, તમે પણ જુઓ

કોરોના વાયરસનો ખતરાના કારણે દેશભરમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું, અને આ લોકડાઉનનો સમય ગાળો ભારતમાં લગ્નનો પણ સમય ગાળો હતો જેના કારણે કેટલાય નક્કી થેયલા લગ્નો પણ બંધ રાખવા પડ્યા, પરંતુ સરકારે લગ્ન માટે 20 લોકોની છૂટછાટ આપવાના કારણે કેટલાક લોકોએ નજીકના સગા સંબંધીઓ અને પરિવાર સાથે જ લગ્ન કરી લીધા.

Image Source

એવા જ એક લગ્નના સમાચાર હમણાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. જેમાં વરરાજાની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને કન્યાની ઊંચાઈ 4 ફૂટ છે. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. અને લોકો આ અનોખા લગ્નને વખાણી પણ રહ્યા છે.

Image Source

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના શિરપુમાં બુધવારના રોજ ઝામરુ રાજેન્દ્ર કોલી અને નયનાના આ લગ્ન થયા હતા, જેમાં છોકરાની ઉમર 29 વર્ષ અને છોકરીની ઉંમર 19 વર્ષની હતી, બંને વચ્ચે ઉંમરમાં ભલે 10 વર્ષનું અંતર હતું પરંતુ બંનેની ઊંચાઈ ખુબ જ ઓછી હતી અને તેમાં પણ છોકરા કરતાં છોકરીની ઊંચાઈ 1 ફૂટ વધારે હતી, છોકરી 4 ફૂટની અને છોકરો 3 ફૂટનો હતો.

Image Source

ઝામરુ અને નયનાના લગ્ન પહેલા જ નક્કી થઇ ગયા હતા, પરંતુ લોકડાઉનના કારણે બંનેના લગ્ન નહોતા થઇ શક્ય અને લોકડાઉન લાંબુ ચાલવાના કારણે તેમને પરિવારના થોડા વ્યક્તિઓ સાથે જ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. અને બુધવારે આ લગ્ન સંપન્ન થયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.