અમદાવાદના અનોખા લગ્ન: 36 વર્ષનો યુવક અને 52 વર્ષની મહિલાના થયા લગ્ન, જુઓ PHOTOS

દુલ્હન: મારા જીવનમાં ભગવાન આવ્યા, ઉમર કરતા…જાણો સમગ્ર વિગત

કહેવાય છે કે પ્રેમ તો કંઇ જોતો નથી. પ્રેમને સરહદ કે ઉંમરની રેખા નડતી નથી. જોડી ઉપરથી બનીને આવે છે. જો કોઈ સાથે મનમેળ આવે તો ઉંમરને કોઈ બાધ નથી આવતો. આવો જ કંઈક કિસ્સો અમદાવાદમાં (AHMEDABAD) સામે આવ્યો છે.

અહીં 36 વર્ષનો એક કુંવારો યુવક છૂટાછેડા લીધેલી 52 વર્ષની મહિલા સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો. લોકો આ યુગલને સુખી લગ્ન જીવન માટે દીલથી આશીર્વાદ આપી રહ્યા છે. મહિલાના જણાવ્યા અનુસાર 12 વર્ષના લગ્ન પછી પતિ સાથે મનમેળ ના થતાં છૂટાછેડા લીધા હતા.

Image source

અમદાવાદમાં 36 વર્ષના યુવક ભાવિન રાવલે 52 વર્ષની મહિલા મમતા ભટ્ટ જેણે છૂટાછેડા લીધેલા છે તેમના સાથે લગ્ન કર્યા હતા. વર વધુ વચ્ચે 16 વર્ષનો તફાવત છે. મમતા ભટ્ટે  જણાવ્યું કે, મે 12 વર્ષ સુધી લગ્નજીવનમાં ફક્તને ફક્ત ત્રાસ જ સહન કર્યો છે, પરંતુ હવે મને લાગી રહ્યું છે કે, મને સાચો જીવનસાથી મળી ગયો છે. અમે લોકો સુધી વાત પહોંચાડવા માંગીએ છીએ કે, ઉંમર અને લાગણીને કોઈ લેવા દેવા નથી. ભલે મારી ઉંમર 52 વર્ષની રહી, પરંતુ અમારું એક સંતાન આવે એવો પ્રયત્ન ચોક્કસ કરીશું. સમગ્ર ગુજરાતમાં અમે લોકો સુધી વાત પહોંચાડવા માગીએ છીએ કે ઉંમરને લાગણી વચ્ચે કોઈ લેવાદેવા હોતી નથી.

Image source

ભાવિન રાવલે કહ્યું, આટલા વર્ષે પણ મને સોનુ મળ્યું હોય તેવુ લાગે છે. મારી પત્ની મારા કરતાં ઉંમરમાં ભલે મોટી હોય, પરંતુ અમારા વિચારો, સ્વભાવ અને લાગણી એકસમાન છે. કોઈએ “સાચું જ કહ્યું છે, જોડાં ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે”. ઉંમર ભલે મોટી હોય, પરંતુ મનની સુંદરતા વધુ મહત્ત્વની હોય છે. અમે બન્નેએ સતત 2 મહિના સુધી વાતચીત કર્યા બાદ નક્કી કર્યું કે હવે આગળનું જીવન સાથે વિતાવીશું. મારી પત્ની મોટી ઉંમરનાં હોવાને લીધે, ઘરના બધાને સમજાવવા પડ્યા હતા.

Shah Jina