અદ્દભુત-અજબગજબ ખબર દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો

સાબરકાંઠાના એક ગામે થયા અનોખા લગ્ન, જેમાં બધું જ હતું, ન હતી તો માત્ર દુલ્હન, કારણ જાણીને નવાઈ લાગશે

સાબરકાંઠા જિલ્લાના ચાંપલાનાર ગામમાં એક અનોખી ઘટના ઘટી કે જેમાં વરઘોડો હતો, વરરાજા હતો, કંકોતરીઓ પણ છપાઈ હતી, પણ દુલ્હન જ ન હતી. વાત એમ છે કે ચાંપલાનાર ગામના રહેવાસી વિષ્ણુભાઈ બારોટનો દીકરો અજય બારોટ બાળપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે.

વિષ્ણુભાઇએ જણાવ્યું હતું કે ગામમાં અજય બીજા લોકોના લગ્નના વરઘોડા જોઈને હંમેશા પૂછતો કે એના લગ્ન ક્યારે થશે? આ સવાલ સાંભળીને તેઓ હંમેશા ભાવુક થઇ જતા હતા, અને આંખોમાં આંસુ આવી જતા હતા. ત્યારે અજયના કાકા કમલેશભાઈએ પોતાના ભત્રીજાની ઈચ્છા પુરી કરવા માટે 10 મેના રોજ લગ્નનું આયોજન કર્યું.

કાકાના સહકારથી પિતાએ પોતાના પુત્રની ઈચ્છા પુરી કરવા માટે લગ્નની કંકોત્રી છપાવી, લોકોને આમંત્રણ આપ્યું, વરઘોડો કાઢ્યો, જમણવાર રાખ્યું અને વધુ વિનાના અનોખા લગ્ન યોજાયા હતા.

Image Source

વરઘોડાના આગલા દિવસે ગણેશ સ્થાપના કરી, ગ્રહશાંતિ કરી અને પીઠી પણ ચોળવામાં આવી હતી. રાતે ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. લગ્નના દિવસે અજય શેરવાની પહેરીને વરરાજા બનીને ઘોડી ચડ્યો હતો. તેના માટે ઘોડીને પણ ફૂલોથી શણગારવામાં આવી હતી. વરઘોડાને આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો, જેમાં 200 લોકો હાજર રહયા હતા અને લગભગ 800 લોકોનું જમણવાર હતું.

Image Source

વહુ વિનાના આ લગ્ન પ્રસંગે અજયના પિતા, સગાથી પણ વધુ સવાઈ એવી એની સાવકી માતા અને તેની બહેનોએ ખૂબ જ આનંદ માણ્યો હતો. ગુજરાતી પરંપરા અનુસાર થયેલા આ લગ્નમાં માત્ર એક જ ફરક હતો કે દુલ્હન ન હતી.

અજયના પિતાએ કહ્યું કે અજય માટે યોગ્ય પાત્ર શોધવું મુશ્કેલ હતું, અને તેની બીમારીને કારણે તેના લગ્ન કરાવવા પણ અશક્ય જ હતા. અમે ખુશ છીએ કે અજય લણણી ખુશીઓ માણી શક્યો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.