વ્યક્તિએ ઇંટોને ઉપરથી નીચે ઉતારવા માટે કર્યો ગજબનો જુગાડ, માનવ કલ્પનાને સલામ, વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયાની અંદર લોકો ફેમસ થવા માટે અવનવા અને અલગ અલગ અખતરાઓ કરતા હોય છે. ઘણા એવા સ્ટન્ટબાઝ હોય છે જે સ્ટન્ટ કરી અને ચર્ચામાં આવવા માંગતા હોય છે, અને ઘણા એવા જુગાડ કરવામાં ઉસ્તાદ હોય છે તેઓ બધી મુશ્કેલ વસ્તુઓનો જુગાડ નીકાળી જ લે છે. આવો જ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન અને મશહૂર ઉદ્યોગપતિ હર્ષ ગોયનકા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ઘણા એક્ટિવ રહે છે. તેમના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી છે. સીએટ ટાયરના માલિક હર્ષ ગોયનકાએ ટ્વિટર પર એક અલગ જ જુગાડનો વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ ઊંચાઇથી ઇંટોને નીચે ઉતારવા માટે એક એવી રીત અપનાવે છે કે લોકો તેને માસ્ટર ઓફ જુગાડ કહેવા લાગ્યા છે. વીડિયો કયાં અને કયારનો છે, તેની તો કોઇ પુષ્ટિ થઇ નથી પંરતુ આ જુગાડ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે, ઇંટોને ઊંચાઇથી નીચે ઉતારવા માટે ધાંસુ જુગાડ અપનાવ્યો છે. જુગાડ એ છે કે, બં મોટા અને લાંબા વાસના સાટા રાખેલા છે અને ઉપરથી ઇંટો નીચે ના પડે તે માટે વાંસ પર એક ટાયર સેટ કર્યુ છે કે ઇંટ તેનાથી ટકરાઇને નીચે પડેલી ટ્રોલીમાં પડે.

હર્ષ ગોયનકાએ આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યુ કે, મેં કયારેય પણ વિચાર્યુ ન હતુ કે એક ટાયરનો આવી રીતે ઉપયોગ થઇ શકે. માણસોના વિચારને સલામ, તેમની કલ્પનાને સલામ.

જુઓ વીડિયો

Shah Jina