૨૨ લાખ થી બોલી શરુ થઇ અને ૫૦-૬૦લાખ નહિ પણ 7 કરોડમાં વેચાયો આ યુનિક મોબાઇલ નંબર…ખરીદવા માટે લાગી જબરદસ્ત બોલી

ભઇ અમીરી હોય તો આવી ! દુબઇમાં 7 કરોડમાં વેચાયો યુનિક મોહાઇલ નંબર, ખરીદવા માટે લાગી બોલી

ભારતમાં ગાજીઓના કેટલાક નંબરોની નીલામી સરકાર કરે છે, આ નંબર લાખો રૂપિયામાં પણ વેચાય છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે કોઇ મોબાઈલ નંબર કરોડો રૂપિયામાં વેચાયો હોય…જી હાં, અમીર લોકોના શહેર દુબઈમાં યોજાયેલી હરાજીમાં એક યુનિક મોબાઈલ નંબર 5-10 લાખ રૂપિયામાં નહીં પરંતુ 7 કરોડ રૂપિયામાં વેચાયો. મોબાઈલ નંબર 058-7777777 ખરીદવા માટે લોકો વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ હતી.

22 લાખ રૂપિયાથી શરૂ થયેલી બોલી 7 કરોડ રૂપિયામાં પુરી થઈ. રિપોર્ટ્સ અનુસાર, દુબઈમાં આયોજિત આ ઓક્શનમાં માત્ર ફોન નંબર અને યુનિક નંબરવાળી કારની પ્લેટની જ હરાજી થઈ હતી. આ હરાજીમાં કુલ 86 કરોડ રૂપિયા એકત્ર થયા છે. હરાજીમાં ખાસ નંબરવાળી કારની પ્લેટ 65 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે UAEમાં વાહનની નંબર પ્લેટ અને ચોક્કસ નંબરો સાથે સિમ કાર્ડ હોવું એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે.આ જ કારણ છે કે ત્યાંના લોકો સ્પેશિયલ નંબર માટે કોઇ પણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે. આ હરાજી દ્વારા દિગ્ગજ ટેલિકોમ કંપની Du અને Etisalat ના 21 મોબાઈલ નંબર વેચવામાં આવ્યા હતા. આ સિવાય આ હરાજીમાં માત્ર 10 ખાસ નંબર પ્લેટની હરાજી કરવામાં આવી હતી.

Etisalat ના સ્પેશિયલ મોબાઈલ નંબરોથી 4.135 કરોડ દિરહામ (આશરે 9 કરોડ) અને Du કંપનીના સ્પેશિયલ નંબરોથી 4.935 કરોડ દિરહામ (આશરે 11 કરોડ) મળ્યા. આ હરાજીમાંથી મળેલા નાણાંને “Dh1 બિલિયન મધર્સ એન્ડોમેન્ટ કેમ્પેઈન”ને આપવામાં આવશે. આ કેમ્પૈન સંયુક્ત અરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે.

Shah Jina