વિશ્વની સૌથી અનોખી હોટલ, જ્યાં બેડરૂમમાં પડખુ ફરતા જ તમે બીજા દેશમાં ચાલ્યા જાવ છો

વિશ્વભરમાં એવી ઘણી હોટલો છે, જે તેમના ખાસ કારણોસર ઘણી અનોખી અને સુંદર છે. આ હોટલોનું આર્કિટેક્ચર પણ એકદમ વૈભવી છે. પરંતુ શું તમે ક્યારેય એવી કોઈ હોટલ વિશે સાંભળ્યું છે, જ્યાં લોકો પલંગ ઉપર પડખુ ફરવાથી વ્યક્તિ એક દેશમાંથી બીજા દેશમાં ચાલ્યો જાય છે? જી હા મિત્રો, આ કોઈ મજાકની વાત નથી પણ તે સંપૂર્ણ રીતે સાચી વાત છે. આ હોટલનું નામ અર્બેજ હોટલ છે.

અર્બેજ હોટલ બંને દેશોમાં આવે છે:
વાસ્તવમાં આ હોટલને અર્બેઝ ફ્રાન્કો-સુઇસે હોટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હોટલ ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લન્ડની બોર્ડર પર લા ક્યોર વિસ્તારમાં આવેલી છે. અર્બેજ હોટલ બંને દેશોમાં આવે છે, તેથી આ હોટલના બે સરનામા છે. આ હોટલની સૌથી ખાસ વાત એ છે કે ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર આ હોટલની વચ્ચેથી પસાર થાય છે. આવી સ્થિતિમાં આ હોટલની અંદર જતાં જ લોકો એક દેશથી બીજા દેશમાં પહોંચી જાય છે.

તમામ રૂમને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે:
તમને જણાવી દઈએ કે અર્બેજ હોટેલનું વિભાજન બંને દેશોની સરહદને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ હોટલનો બાર સ્વિટ્ઝરલેન્ડમાં છે, તો બાથરૂમ ફ્રાન્સમાં છે. આ હોટલના તમામ રૂમને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ હોટેલના ઓરડામાં ડબલ બેડ કઈક એવી રીતે શણગારવામાં આવ્યા છે કે તે અડધા ફ્રાન્સમાં અને અડધા સ્વિટ્ઝરલેન્ડમાં છે. આ ઉપરાંત, રૂમમાં ઓશીકા પણ બંને દેશો અનુસાર અલગ અલગ રીતે લગાવવામાં આવ્યા છે.

પહેલાં અહીં કરિયાણાની દુકાન હતી:
જે જગ્યાએ આ હોટલ બનાવવામાં આવી છે તે વર્ષ 1862 માં અસ્તિત્વમાં આવી હતી. પહેલાં અહીં કરિયાણાની દુકાન હતી. પાછળથી વર્ષ 1921માં, ઝૂલ્સ-જીન અર્બેજે નામની વ્યક્તિએ આ જગ્યા ખરીદી અને અહીં હોટલ બનાવી. હવે આ હોટલ ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડ બંનેની ઓળખ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે આ હોટલ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે વિશ્વભરમાંથી મોટી સંખ્યમાં પ્રવાસીઓ દર વર્ષે આ હોટેલની મુલાકાત લેવા આવે છે. પ્રવાસીઓમાં આ હોટેલ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.

Niraj Patel