ખબર

ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ અનોખી PPE કીટ પહેરીને રમ્યા ગરબા, જુઓ વાયરલ થયેલો વિડીયો

આવતી કાલથી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. ત્યારે આ વર્ષે દર વર્ષની જેમ નવરાત્રી રંગેચંગે નહીં ઉજવાય, જેના કારણે ગરબા રસિકોમાં નારાજગી છે. ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાએ બધા તહેવારોની મજા બગાડી દીધી છે. આ દરમિયાન ઘણા ક્રિએટિવ લોકો કંઈક નવા નવા જુગાડ કરતા રહે છે.

Image Source

સરકાર દ્વારા ભલે ગરબા કરવા માટે મોટી મંજૂરીઓ ના આપવામાં આવી હોય પરંતુ કેટલાક ગરબા પ્રેમીઓએ કોરોનાકાળમાં પણ ગરબા રમવા માટેની અનોખી રીત શોધી જ લીધી છે અને તેમની આ રીતથી ઘણા જ લોકો પ્રભાવિત પણ થઇ ગયા છે.

Image Source

કોરોના વાયરસ વચ્ચે ગરબાની મજા માણવા માટે સુરતના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પીપીઈ કીટમાંથી બનવાયેલા ખાસ પ્રકારનો પહેરવેશ તૈયાર કર્યો છે. ગરબા રમવા માટે તેમને સફેદ રંગની પીપીઈ કીટથી બનાવવામાં આવેલા પહેરવેશને એથનિક ટચ આપવા માટે મલ્ટી કલરનો દુપટ્ટો પણ સાથે રાખ્યો છે. પહેરવેશને વધારે આકર્ષિત બનાવવા માટે તેના ઉપર અલગ અલગ રંગોથી પેઇન્ટિંગ પણ કરવામાં આવી છે અને સાથે જ કાચના આભલા પણ ભરીને સજાવવામાં આવ્યા છે.

Image Source

ગરબાની અંદર ગુજરાતીઓ મન મૂકીને દર વર્ષે ઝુમતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મોટા ઉત્સવો ઉજવવામાં નહિ આવે. ત્યારે અલગ અલગ રચનાત્મક લોકો દ્વારા આ પ્રકારે નવરાત્રીનો ઉત્સાહ જાળવી રાખવાનું સુંદર કામ કરવામાં આવ્યું છે.

આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ પણ થઇ રહ્યો છે અને સાથે સાથે લોકો આ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓની પ્રસંશા પણ કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.