દુનિયાભરમાં ફેલાયેલા કોરોના સંક્રમણના કારણે ઉત્સવો, પ્રસંગો અને તહેવારોની મઝા ચાલી ગઈ, આ વર્ષે ઘણા લોકોના લગ્ન કોરોનાના કારણે અટકી ગયા, તો ઘણા લોકોએ લગ્ન કર્યા પરંતુ પોતાના પરિવાર અને કેટલાક નક્કી મહેમાનો વચ્ચે. સરકારે પણ લગ્નમાં ખુબ જ ઓછી સંખ્યામાં લોકોને ભેગા કરવાની પરવાનગી આપી હતી. પરંતુ આ બધા વચ્ચે એક ગુજરાતીના અનોખા લગ્નની ચર્ચાઓ ચારેય તરફ ચાલી રહી છે.

મૂળ ગુજરાતી અને લંડનમાં રહેતા વિનય પટેલ અને રોમા પટેલના આ લગ્નની ચર્ચાઓ આજે દુનિયાભરમાં ચાલી રહી છે. આ અનોખા લગ્નની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

યુકેમાં લગ્નની અંદર 15 લોકોને જ આમંત્રણ આપવાની છૂટ આપવામાં આવી છે, જેના કારણે ત્યાં વધારે સંખ્યામાં લોકોને ઉપસ્થિત કરી શકાય તેમ નહોતું.

જેના કારણે વિનય, રોમા અને તેના લગ્નના આયોજકે એક અલગ જ રસ્તો શોધી કાઢ્યો હતો, શરૂઆતમાં તો તેમને પણ આ રસ્તો હાસ્યાસ્પદ લાગ્યો, પરંતુ જયારે આ લગ્ન સફળ થયા ત્યારે તેની ચર્ચાઓ ચારેય તરફ ફેલાઈ હતી.

આ ખાસ લગ્ન 500 એકરના ડ્રાઇવિંગ ફાર્મની અંદર યોજવામાં આવ્યા હતા. જ્યાં 250 મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ આ મહેમાનો માટે એક શરત રાખવામાં આવી હતી.

લગ્નમાં આવનારા દરેક મહેમાને પોતાની કાર સાથે આવવાનું હતું, સાથે જ તેમને કારમાંથી ઉતરવાની પણ પરવાનગી આપવામાં આવી નહોતી.

પરંતુ કારમાં આવેલા આ મહેમાનોનું પૂરતી કાળજી રાખવામાં આવી હતી. જે 500 એકરના મેદાનની અંદર લગ્નનું આયોજન થયું હતું ત્યાં મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી. અને મહેમાનો કારમાં બેસીને લગ્નની મઝા માણી રહ્યા હતા.

સાથે જ તેમને નાસ્તા પાણી પણ કારની અંદર જ આપવામાં આવ્યા હતા. મેદાનમાં વેટર નાસ્તા સાથે સૅનેટાઇઝર પણ સાથે રાખીને ચાલતો હતો જેના કારણે મહેમાનોને કોરોનાનો ખતરો પણ ના રહે.

આ લગ્ન પૂર્ણ થયા બાદ નવ દંપતી એક નાની ખુલ્લી ગાર્ડન કારની અંદર બેસીને મેદાનમાં પણ આવ્યું હતું. અને દૂરથી જ મહેમાનોના આશીર્વાદ પણ લીધા હતા. મહેમાનોએ પણ પોતાના મોબાઈલ કેમેરાથી તેમની તસવીરો કેદ કરી હતી.

આ લગ્ન દરમિયાન મેઘરાજાએ પણ એન્ટ્રી કરી હતી જેના કારણે વાતાવરણ ખુબ જ મઝાનું બની ગયું હતું. લગ્નની અંદર ડીજે અને સંગીતની પણ સુવિધા કરવામાં આવી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.