સ્કૂટરમાં આવો જુગાડ આજ પહેલા તમે પણ ક્યારેય નહીં જોયો હોય, વીડિયો જોઈને જ હસી હસીને બઠ્ઠા વળી જશો

જુગાડ અને ભારતનું નામ વર્ષો જૂનું છે. આપણા દેશની અંદર કોઈપણ સમસ્યામથી બહાર નીકળવા માટે કોઈને કોઈ જુગાડ મળી જ જતો હોય છે. જુગાડના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે. હાલ એવા જ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આજે જ્યાં એક તરફ પેટ્રોલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે લોકો પેટ્રોલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઇલેક્ટ્રિક સ્કૂટર તરફ વળ્યાં છે. બજારની અંદર ઇલેક્ટ્રિક સ્કૂટર પણ આવી ગયા છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં એક વ્યક્તિ એક અનોખો જ જુગાડ વાપરતો જોવા મળી રહ્યો છે.

વાયલર થઇ રહેલા આ વીડિયોમાં રોડ ઉપર એક સ્કૂટર ચાલતું જોવા મળી રહ્યું છે. જયારે તમે આ સ્કૂટરને ધ્યાનથી જોશો ત્યારે તમે પણ તેને જોઈને હેરાન રહી જશો. વીડિયોમાં શરૂઆતમાં જોતા એવું લાગી રહ્યું છે કે સ્કૂટર ઉપર કોઈ માણસ નથી બેઠો અને સ્કૂટર તેની જાતે જ ઉંધી દિશામાં ચાલી રહ્યું છે.

પરંતુ તમે જયારે ધ્યાનથી જોશો ત્યારે તમને નજર આવશે કે સ્કૂટર ઊંધું નહીં પરંતુ સીધું જ ચાલી રહ્યું છે અને તેને ચલાવનારો ડ્રાઈવર પણ છે. સ્કૂટરના માલિકે આ સ્કૂટરને એક અલગ જ લુક આપ્યો છે. આ વ્યક્તિએ સ્કૂટરના આગળના ભાગને પાછળના ભાગમાં ફિટ કરી દીધો છે અને સ્ટેરીંગ એમ જ રાખ્યું છે. સાથે જ તેને પૈડાંનું ચાલવાનું ડાયરેક્શન પણ બદલી નાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

આ વ્યક્તિનો જુગાડ એટલે જ અટક્યો નથી, તેને ફૂટ સ્પેસની જગ્યા ઉપર ડ્રાઇવર માટે બેસવાની જગ્યા બનાવી છે. જ્યાં બેસીને તે સ્કૂટર ચલાવે છે. જેના કારણે તે નીચે બેઠો હોવાના લીધે ડ્રાઈવર પણ જલ્દી દેખાતો નથી. એવામાં તેનો આ જુગાડ જોઈને રસ્તે પસાર થનારા લોકો અને યુઝર્સ પણ હેરાન છે.

Niraj Patel