કૌશલ બારડ ખબર લેખકની કલમે

સુરતની અનોખી ઘટના : એક કિલો લોટના બહાને આટલું બધું કોણ આપી ગયું!

સુરતનાં રાંદેરમાં આવેલ ગોરાટ વિસ્તાર કોરોનાના વધારે પડતા કેસોને કારણે રેડ ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં લોકોને ઘરની બહાર નીકળવાની સખ્ત મનાઈ હોય છે. જીવન જરૂરી ચીજો માટે બહાર નીકળવામાં પણ મર્યાદાના સીમાડા ઓળંગી ન જવાય તેનું ધ્યાન રાખવું પડે છે.

અહીં બે-ત્રણ દિવસ પહેલા એક ખટારો રસ્તા પરથી પસાર થયો. કિલો-કિલો લોટની થેલીઓ એમાં ભરેલી હતી. ડ્રાઇવર મોટેથી બોલતો જતો હતો કે, એક કિલો લોટ મળશે; જેને જરૂર હોય એ લઈ જાઓ!

Image Source

એક કિલો લોટ એટલે કંઈ બહુ મોટી વાત ન કહેવાય! ચાર-પાંચ જણાનો પરિવાર હોય તો એક ટાણાનું જમણ પણ ના થાય. છતાં જેને ખરેખર જરૂર હતી એ લોકો લેવા આવ્યા. લોકડાઉનને પગલે ટાણેટાણાનું કરનારા મજૂરોની હાલત દયનીય છે એટલે સ્વાભાવિક રીતે તેઓને તો કણ-કણની કિંમત હોવાની.

ટ્રકમાં ૮૦૦ થી ૧૦૦૦ જેટલાં લોટના પેકેટ હતા. એક-એક કિલો લોટ બધામાં હતો. થોડી વાર બાદ ટ્રક ખાલી થઈ ગયો. જરૂરતમંદ લોકોએ લોટ લઈ લીધો એટલે ટ્રક ચાલ્યો ગયો.

પણ થોડીવાર બાદ આ વિસ્તારમાં લોકોની નજર ટ્રકને શોધવા માટે આમતેમ દોડવા લાગી! પણ ટ્રક તો ત્યાં હતો નહી. તો લોકો ટ્રકને શા માટે શોધવા લાગ્યા? એનું કારણ હતું કે, લોટના પેકેટોમાંથી ૧૫,૦૦૦ રૂપિયાની રોકડ નીકળી હતી!

દાન કોઈક આપી ગયું હતું. કોણ એ તો ખબર નહી! જમણા હાથે દીધું એની ડાબાને ખબર નહોતી પડી. શાસ્ત્રોમાં કહેવાયેલું સાત્ત્વિક દાન હતું આ! પાંચ રૂપિયાનું ‘ભિસ્કુટ’નું પડીકું આપીને પાંચ જણા ફોટો પડાવવા ઊભા રહે એવા પ્રકારનું આ દાન નહોતું.

Image Source

ફૂડ પેકેટ આપીને લેનારના ચહેરા પર ઝળકતી લાચારીની જરાય શરમ રાખ્યા વગર ફોટા પાડનાર આજકાલ ફાલી નીકળ્યા છે. રાજસ્થાનમાં તો એક જિલ્લામાં દાન આપીને તસ્વીરો ખેંચવા પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો છે.

આવામાં કોઈ અજાણ્યું ખટારો ભરીને લોટમાં દબાયેલા રોકડ આપીને અજાણ્યું રહીને જ નીકળી જાય એ બનાવની વાતો તો થવાની જ!

આર્ટિકલ સારો લાગ્યો હોય તો શેર કરજો, ધન્યવાદ!

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.