અજબગજબ

એવો જુગાડ કર્યો હતો જેમાં 500 રૂપિયાના ખર્ચમાં બાઈકનું એવરેજ થઇ ગયું 150 કીમી/લિટરનું, વાંચો સમગ્ર મામલો

આપણા દેશના નાનામાં નાના ગામડામાં પણ કેટલાય એવા ટેલેન્ટેડ લોકો હોય છે જેમને અભયસ તો ખુબ ઓછો કર્યો હોય પરંતુ તેમનું મગજ કોઈ એન્જીનીયર કરતા પણ પાવરફુલ હોય છે,

વિવિધ નુસખાઓ દ્વારા તે ટેક્નોલોજીમાં બદલાવો કરતા હોય છે અને આપણા દેશમાં આને જુગાડ કહેવામાં આવે છે. આપણે પણ ઘણા એવા જુગાડ જોયા હશે, પરંતુ આજે તમને એક ખાસ જુગાડ જણાવવાના છીએ જે મોટાભાગના લોકો માટે ખુબ જ જરૂરી છે.

આજના સમયમાં મોટાભાગના લોકો પાસે બાઈક અને સ્કૂટર તો હશે જ. અને પેટ્રોલના વધતા જતા ભાવ દરેકના માથાનો દુખાવો પણ ચોક્કસ બની જાય છે. ઘણી કંપનીઓ બાઈકનું એવરેજ મોટાભાગે 60-70 સુધીનું જણાવતી હોય છે અને કેટલીક 100 સુધીનું એવરેજનો દાવો પણ કરે છે

પરંતુ આપણે સામાન્ય રીતે જોયું છે કે વાહન થોડું જૂનું થાય એટલે એનું એવરેજ પણ ઓછું થઈ જાય છે, 50-60નું એવરેજ આપણી બાઇકને મળે એટલે આપણે રાજીના રેડ થઈ જઈએ પણ જો તમને એજ બાઈકનું એવરેજ 150 કીમી/લીટર મળે તો? જાણીને નવાઈ લાગીને? પણ હા આ હકીકત છે અને એના માટે મોટો ખર્ચ પણ નથી પરંતુ માત્ર 500 રૂપિયાનો ખર્ચ થાય છે.

Image Source

યુપીના કૌશંબી જિલ્લામાં રહટેએ એક યુવક વિવેકે આ કરી બતાવ્યું છે, 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલા વિવેકે એવો રસ્તો શોધી કાઢ્યો જેના કારણે બાઈકનું એવરેજ 150 કીમી/ લીટર સુધીનું આવી જાય છે. વિવેકે 17 વર્ષની તનતોડ મહેનત કારકરીને એક એવું કાર્બોરેટર બનાવ્યું જેના કારણે બાઈકનું એવરેજ 150 કીમી/લીટર સુધી પહોંચી જાય છે.

12 ધોરણનો અભયસ કરેલા વિવેક પટેલ પાસે આગળનો અભ્યાસ કરવા માટે પૂરતી સગવળ નહોતી સાથે પરિવારની પણ જવાબદારી માથે હોવાના કારણે તેને એક મોટર સાયકલના ગેરેજમાં નોકરી કરવાનું વિચાર્યું અને ત્યાંજ કામ કરતા કરતા તે બાઈકનું એવરેજ વધારવા માટેનો રસ્તો વિચારતો રહ્યો, 17 વર્ષની મહેનત બાદ તેને સફળતા મળી પણ ગઈ.

Image Source

2012 પછી વિવેકે બજાજનું ડિસ્કવર બાઈક ખરીદ્યું અને આ બાઇકમાં જ પોતાની કારીગરી અજમાવતો રહ્યો, તેને બાઇકના કાર્બોરેટર ઉપર જ કામ કરવું હતું અને તે આ કાર્બોરેટર જાતે જ બાનવી અને પોતાની બાઇકમાં ટેસ્ટિંગ માટે રાખતો હતો,

અને જ્યારે બાઈક 150નું એવરેજ આપવા લાગી ગઈ ત્યારે તેને પણ લાગ્યું કે હવે સાચી સફળતા અને વર્ષોની મહેનત રંગ લાવી છે. ઉત્તરપ્રદેશ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને મોતીલાલ નહેરુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ઇલ્હાબાદ દ્વારા વિવેકની આ ટેક્નિકને પ્રમાણિત પણ કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ઇનોવેશન ઓફિસર સંદીપ દ્વિવેદીએ જણાવ્યું હતું કે: “કાઉન્સિલે આ ઇનોવેશનને તકનીકી રૂપથી પ્રમાણિત કરવા માટે MNIIT ના મેકેનિકલ એન્જીયરીંગ ડિપાર્ટમેન્ટથી તેનું ટેસ્ટિંગ પણ કારાવી લીધું છે. હવે વિવેકે પોતાના આ ઇનોવેશનની પેટર્ન રજીસ્ટર કરાવવા માટે પણ એપ્લાય કર્યું છે.”

Image Source

વિવેકની આ પ્રતિભાથી પ્રભાવિત થઈને કટરાની માતા વૈષ્ણોવદેવી યુનિવર્સીટી ટેક્નોલોજી બિઝનેસ ઇક્યુબેશન સેન્ટરે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટે 75 લાખ રૂપિયા મદદ કરવાની પણ વાત કરી છે. વિવેકના આ કાર્બોરેટરથી બાઇકના એન્જીન અને બાઈકની સ્પીડમાં પણ કોઈ ફર્ક નથી પડતો એ ખાસ વાત છે, ત્યારે વિવેકનું આ ઇનોવેશન આજના સમયમાં ખુબ જ ઉપયોગી થઈ જશે.

આ કાર્બોરેટર બનાવવા માટે વિવેકને માત્ર 500 રૂપિયા જેવો નજીવો ખર્ચ જ વેઠવો પડ્યો. વિવેક એક સામાન્ય પરિવારમાંથી આવે છે છતાં પણ તેની મહેનત અને લગન તેની ઓળખને આજે વિશ્વકક્ષાએ લઇ ગઈ. જે લોકો પરિસ્થિતિનો રોદણાં રડી અને આગળ નથી વધતા તેમના માટે વિવેક એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.