ઉત્તરાયણના દિવસે સુરતમાં યોજાયા અનોખા લગ્ન, વરરાજા બન્યો વાછરડો તો કન્યા બની વાછરડી, સમગ્ર વિધિ વિધાન સાથે પૂર્ણ થયા લગ્ન, જુઓ વીડિયો

ઉત્તરાયણ બાદ કમુહૂર્તા પૂર્ણ થયા અને સારા મુહૂર્તની શરૂઆત થઇ ગઈ. ત્યારે દેશભરમાં લગ્નની સીઝન પણ ફરી ધમધમવા લાગી છે, ઠેર ઠેર લગ્નની શરૂઆત થઇ ગઈ છે, જોકે આ વર્ષે પણ કોરોનાએ રંગમાં ભંગ જરૂર પાડ્યો છે, છતાં પણ ઘણા લોકો નિયમો સાથે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે.

ત્યારે હાલ સુરતમાંથી એક અનોખા લગ્ન સામે આવ્યા, જેની ચર્ચાઓ ઠેર ઠેર થઇ રહી છે. આ લગ્ન એટલા માટે ખાસ હતા કે તેમાં વર-કન્યાના રૂપમાં કોઈ પુરુષ અને સ્ત્રી નહીં પરંતુ વાછરડો અને વાછરડી હતા. આ લગ્ન લોકો માટે પણ ખુબ જ મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગયા અને તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા.

આ અનોખા લગ્ન યોજાયા સુરતના કામરેજના લાડવી ગામે. જ્યાં શંખેશ્વર નામના એક વર્ષના વાછરડાના લગ્ન ચંદ્રમૌલી નામની વાછરડી સાથે કરવામ આવ્યા હતા. આ ખાસ લગ્ન ત્રણ ભૂદેવો દ્વારા વૈદિક વિધિ અનુસાર પૂર્ણ કરવામાં આવ્યા. સાધુ પીપલાદદગીરી મહારાજના હાથે વાછરડીનું કન્યા દાન કરવામાં આવ્યું હતું.

આ લગ્નની અંદર વાછરડાને વરરાજાની જેમ શણગારવામાં આવ્યો હતો, અને વાજતે ગાજતે તેની જાન લાડવી ગામે આવી પહોંચી હતી. આ લગ્ન થવા પાછળનું કારણ એ પણ હતું કે એક વર્ષ પહેલા ગૌશાળાના સંચાલકના મિત્રના ઘરે વાછરડાનો જન્મ થતા તેના લગ્ન ગૌશાળાના સાધુની વાછરડી સાથે કરવાનું નક્કી થયું હતું જેના બાદ ધામધૂમથી ઉત્તરાયણના દિવસે જ આ અનોખા લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

તો કન્યા બનેલી વાછરડી ચંદ્રમૌલીને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી અને વાછરડા શંખેશ્વરના વરઘોડામાં પણ લોકોનું ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. લગ્ન મંડપમાં પણ જયારે ચંદ્રમૌલી અને શંખેશ્વરના લગ્ન થઇ રહ્યા હતા ત્યારે પણ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો આ લગ્નના સાક્ષી બન્યા હતા.

વાછરડા અને વાછરડીના લગ્ન માટે ગ્રામજનોએ ખાસ મંડપ તૈયાર કર્યો હતો અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા. મંડપમાં ચારે બાજુ વર-કન્યા પક્ષના લોકો બેઠા છે. વાછરડા અને વાછરડાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ લગ્ન સુરત શહેરથી દૂર કામરેજ વિસ્તારના લાડવી ગામની ગૌશાળામાં થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાછરડીના માલિક જયંતિભાઈએ જણાવ્યું કે ઉત્તરાયણનો દિવસ પવિત્ર માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ગાય દાનનું ઘણું મહત્વ છે. મહારાજના મનમાં હતું કે આ મકરસંક્રાંતિના દિવસે આ શુભ કાર્ય કરવું જોઈએ. તેથી જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય તેમણે જણાવ્યું કે એક વર્ષ પહેલા વાછરડી અને વાછરડાનો જન્મ થયો હતો.

Niraj Patel