સુરતના રત્નકલાકારના બે દીકરાઓએ ભેગા મળીને બનાવ્યું કોન્ડોમ વેન્ડીંગ મશીન, વાયરલ થયો વીડિયો
unique condom vending machine in surat: હાલ દેશભરમાં દરેક ક્ષેત્રની અંદર હરણફાળ પ્રગતિ થતી જોવા મળી રહી છે. આજના યુવાનો ટેક્નોલોજી અને પોતાની બુદ્ધિના કારણે એવી એવી વસ્તુઓ બનાવે છે કે લોકોએ તેની ક્યારેય કલ્પના પણ ના કરી હોય. ત્યારે હાલ સુરતના યુવાનો દ્વારા એક એવી જ વસ્તુ તૈયાર કરવામાં આવી છે, જેને આખા દેશને અચરજમાં મૂકી દીધો છે.
ઘણા લોકો એવા હોય છે જેમને મેડિકલ સ્ટોરમાં જઈને કોન્ડોમ ખરીદવામાં શરમ આવે છે. ખાસ કરીને યુવાનો ખુબ જ શરમાતા હોય છે. ત્યારે તેમની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સુરતના બે રત્નકલાકારોના દીકરાએ એવું મશીન બનાવ્યું જેના દ્વારા હવે કોન્ડોમ મેળવવો પણ ખુબ જ સરળ બન્યો અને યુવાનોને શરમનો સામનો પણ નહિ કરવો પડે.
સુરતમાં રહેતા અને એન્જીન્યરીંગનો અભ્યાસ કરેલા જીગર ઉનાગર અને ભાવિક વોરા નામના બે મિત્રોએ ભેગા મળીને એક કોન્ડોમ વેન્ડીંગ મશીન બનાવ્યું છે. આ મશીન દ્વારા યુવાનોને મેડિકલ સ્ટોરમાં પણ જવાની જરૂર નહિ રહે. ATM મશીનની જેમ લોકો તેમાંથી પોતાના મનગમતા કોન્ડોમ પસંદ કરશે અને ઓનલાઇન ચુકવણી કરીને તે ખરીદી કરી શકશે.
આ બંને મિત્રોના પિતા વર્ષોથી હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે. બંને પિતાએ પોતાના દીકરાને એન્જીન્યરીંગ કરાવ્યું અને હાલ આ દીકરાએ કોન્ડોમ વેન્ડીંગ મશીન બનાવીને પિતાનું માતુ ગર્વથી ઊંચું કરી દીધું. કોન્ડોમ નામ બોલતા પણ લોકો શરમ અનુભવતા હોય છે, ત્યારે આ મિત્રો દ્વારા બનાવવામાં આવેલું આ મશીન લોકો માટે ખુબ જ કારગર સાબિત થશે.
View this post on Instagram
સોશિયલ મીડિયામાં પણ આ મશીનનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ગ્રાહક મશીન પાસે આવે છે અને મશીનમાંથી તેનો ગમતો કોન્ડોમ પસંદ કરે છે. અને તેની સામેનું બટન દબાવે છે. જેના બાદ સ્ક્રીન પર એક ક્યુઆર કોડ આવે છે અને તેના દ્વારા ચુકવણી કર્યા બાદ કોન્ડોમનું પેકેટ બહાર આવી જાય છે.