દીકરીનો જન્મ થયો તો પિતા અને પરિવારે કર્યુ એવુ કે આખા ગામમાં થઇ રહી છે વાહવાહી- જાણીને તમને પણ થશે આનંદ

લક્ષ્મી આવી છે, બધાઇ હો !બીજી દીકરી પેદા થઇ તો પિતાએ કંઇક આવા અંદાજમાં મનાવ્યો જશ્ન, જોતુ જ રહી ગયુ ગામ

ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે, દીકરા-દીકરી વચ્ચેનો તફાવત બંધ થઈ રહ્યો છે, દીકરીઓ પણ હવે દીકરાઓની બરાબરી પર ચાલી રહી છે, કેટલાક પછાત ગામો એવા છે જ્યાં દીકરીનો જન્મ થતા લોકો દુઃખી થઈ જાય છે. પરંતુ દરેક જગ્યાએ આવું નથી. દીકરીઓ તેમના પિતાને સૌથી વધુ પ્રેમ કરે છે અને પિતા પણ દીકરીઓ માટે પોતાનો જીવ આપી દે છે, તેથી જ એક પિતાએ પુત્રીના જન્મની ઉજવણી કરવાની જે રીત પસંદ કરી તે હવે ચર્ચાનો વિષય બની છે. તમે દીકરીઓને દુલ્હન બનીને વિદાય થતી જોઈ હશે, પણ દીકરીના જન્મ પછી તેને હોસ્પિટલથી દુલ્હનની જેમ ઘરે લાવતા નહીં જોઇ હોય.

દીકરીને હોસ્પિટલમાંથી ઘરે લાવવા માટે પિતાએ દુલ્હનની જેમ કારને શણગારી અને પોતાની નવજાત બાળકીને તેમાં બેસાડી આરોગ્ય કેન્દ્રથી ઘરે પહોંચ્યા. શેષનાથ કુમારે પોતાની બીજી પુત્રીના જન્મની ઉજવણી અનોખી રીતે કરી હતી. શેષનાથ કુમાર તેમની નવજાત પુત્રીને આરોગ્ય કેન્દ્રમાંથી ફૂલો અને ફુગ્ગાઓથી શણગારેલી કારમાં ઘરે લઈ આવ્યા હતા. ભલે તે કાર પોતાની ન હતી, પરંતુ દીકરી માટે પિતાએ કાર ભાડે રાખી અને પછી તેને શણગારી.

તે જ કારમાં નવજાતને ઘરે લાવવામાં આવી હતી. આટલું જ નહીં હોસ્પિટલથી ઘરે ઘરે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકીના પિતા શેષનાથ કુમારે કહ્યું કે, મારા ઘરે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી દીકરીનો જન્મ થયો છે. કારને સજાવીને હું મારી દીકરીને તેમાં લઈને આવ્યો છું. આ મારી બીજી દીકરી છે, લોકોએ દીકરીઓના જન્મ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ.

તેમણે કહ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેટી પઢાવો, બેટી બચાવોનો નારો આપે છે. લોકોએ પણ દીકરીઓને સન્માનની નજરે જોવી જોઈએ. પુત્રીના જન્મ પર પરિવારના સભ્યો એટલા ખુશ છે કે આખા ઘરને ફુગ્ગાઓ અને ફૂલોની માળાથી શણગારવામાં આવે છે. હોસ્પિટલથી ઘરે પહોંચેલી માતા-પુત્રીને પિતાએ હાર પહેરાવી, ઘરમાં પ્રવેશ કરાવ્યો અને ત્યારબાદ પરિવારજનોએ માતા-પુત્રીનું આરતી કરીને સ્વાગત કર્યું. આ કિસ્સો બિહારના બેતિયાના એક નાનકડા ગામનો છે.

Shah Jina