છોટાઉદેપુરમાં 65 વર્ષની મહિલાને ગર્ભવતી હોવાનો થયો અહેસાસ, પેટમાં દુખાવો થતા પહોંચી હોસ્પિટલ, ડોકટરે પેટમાંથી બાળક નહીં પરંતુ…….

છોટાઉદેપુરમાં વર્ષો બાદ આ માજીને પ્રેગ્નન્સી રહી, પણ બાળકનો જન્મ જ ન થયો અને અંદર નીકળ્યું કંઈક એવું કે જોઈને ડરી જશો

દરેક સ્ત્રી માટે માત્ર બનવાનો અનુભવ ખુબ જ ખાસ હોય છે, ઘણી મહિલાઓ જયારે પહેલીવાર માતા બને છે ત્યારે તેની ખુશી આસમાને પહોંચતી હોય છે. તો ઘણી સ્ત્રીઓ માતૃત્વના સુખથી પણ વંચિત રહેતી હોય છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણી એવી ઘટનાઓ પણ સામે આવે છે જે જાણીને કોઈપણ હેરાન રહી જાય, ત્યારે હાલ એવો જ એક કિસ્સો છોટાઉદેપુરમાંથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરની ખાનગી કેસર હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મૂળ મધ્યપ્રદેશના અંબારી ગામની રામબાઈ રાઠવા નામની 65 વર્ષીય આદિવાસી વૃદ્વાને વર્ષો પૂર્વે પ્રેગ્નન્સી રહી હોવાની ખબર પડતા પેટમાં દુખાવો થયો હતો. જેના બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ ત્યાં એક મોટો ઘટસ્ફોટ થયો.

ડોક્ટરોએ જયારે મહિલાનું પરીક્ષણ કર્યું ત્યારે હેરાન કરી દેનારી બાબત સામે આવી હતી, મહિલાના પેટમાં ગર્ભ નહીં પરંતુ એક્સ રે અને સોનાગ્રાફીમાં મહિલાના પેટમાં બાળકના બદલે ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે ડોક્ટરોએ છોટાઉદેપુરની ખાનગી કેસર હોસ્પિટલમાં જવા સૂચના આપી હતી. ત્યારબાદ 65 વર્ષીય મહિલાનું સીટી સ્કેન કરાવતા બાળકના આકારની પથ્થર જેવી ગાંઠ હોવાનું સામે આવ્યું હતું.

આ ગાંઠને પેટમાંથી બહાર કાઢવી જરૂરી હતી, જેના કારણે ખાનગી કેન્સર હોસ્પિટલના ડોક્ટર રાજુએ સફળ ઓપરેશન કરીને પથ્થર જેવી ગાંઠ કાઢી હતી. વર્ષો જૂની પ્રેગ્નન્સી બાદ ગર્ભ પથ્થર જેવો બનીને ગાંઠમાં પરિવર્તિત થઈ ગયો હતો. મેડિકલની ભાષામાં આ પ્રકારની સ્થિતિને લિથોપીડીઓન કહેવાય છે.

ત્યારે આ બાબતે કેસર હોસ્પિટલના ડોક્ટર રાજુએ જણાવ્યું હતું કે, “આવા કિસ્સા વિશ્વમાં રેર જોવા મળે છે. મારી 25 વર્ષની પ્રેક્ટિસમાં આવો પ્રથમ કિસ્સો છે. સફળ ઓપરેશન બાદ વૃદ્ધાનું સ્વાસ્થ્ય એકદમ સલામત છે અને તેમના પેટમાંથી બાળકના આકારની પથ્થર જેવી ગાંઠ સફળતા પૂર્વક બહાર કાઢી નાંખવામાં આવી છે.”

Niraj Patel