BREAKING: મોદી સરકારના આ નેતાના ભત્રીજાએ કરી આત્મહત્યા ! બે બે પત્નીઓ હતી

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉથી એક મોટી સામે આવી છે. અહીં લખનઉના દુબગ્ગા વિસ્તારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોરના ભત્રીજા અને રિયલ એસ્ટેટ કારોબારી નંદ કિશોરે આપઘાત કરી લીધો છે. નંદ કિશોરે તેના રૂમમાં આત્મહત્યા કરી હતી. મૃતક નંદ કિશોર કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી અને લખનઉની મોહનલાલગંજ સીટથી ભારતીય જનતા પાર્ટી સાંસદ કૌશલ કિશોર સંબંધમાં ભત્રીજા છે. હાલ તો આપઘાતનું કારણ સામે આવ્યુ નથી. ઘટનાની જાણ થતાં જ સ્ટેશન ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર સ્થળ પર પહોંચ્યા હતા,

તેમણે જણાવ્યું કે નંદ કિશોરના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તેનું ઘર દુબગ્ગાના બેગરિયા વિસ્તારમાં છે. સવારે જ્યારે પરિવારજનોએ રૂમમાં નંદ કિશોરને ફાંસીથી લટકતો જોયો ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક તેઓ નંદ કિશોરને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસ ઘટનાની તપાસમાં લાગેલી છે. જાણકારી અનુસાર, મૃતક નંદ કિશોરે બે લગ્ન કર્યા હતા. તેની એક પત્ની મુસ્લિમ અને બીજી હિન્દુ સમુદાયની છે.

કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોર

બંને પત્નીઓથી તેને સંતાનો છે. પહેલી પત્ની શકિલાથી બે બાળકો અફઝલ અને સાહિલ છે, જ્યારે બીજી પત્નીથી દીકરા વિશાલ અને આદર્શ, દીકરીઓ અંશિકા અને શિખા છે. મૃતક નંદ કિશોરના પુત્ર વિશાલે જણાવ્યું કે તેના પિતાનો રિયલ એસ્ટેટનો બિઝનેસ હતો. તે થોડા દિવસોથી પરેશાન ચાલી રહ્યા હતા. જ્યારે તેઓ સમસ્યાઓ વિશે પૂછતા, ત્યારે તે કંઈપણ કહેતા નહોતા. પુત્રએ કહ્યું કે તેને વિશ્વાસ નથી થઇ રહ્યો કે પિતા આવું પગલું ભરી શકે છે.

કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોર

આ પહેલા માર્ચ 2021માં કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરની વહુ અંકિતાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અંકિતાએ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની સામે પોતાના હાથની નસ કાપી નાખી હતી, ત્યારબાદ આ મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આટલું જ નહીં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના પુત્રનું પણ વધુ નશો કરવાના કારણે મોત થયું હતું.

Shah Jina