દેવદૂત બનીને યાત્રીનો જીવ બચાવવા આવ્યા આ દિગ્ગજ મંત્રી ડોક્ટર, PM મોદીએ પણ ટ્વીટ કરી કરી પ્રશંસા

આ ડોકટરે હજારો ફિટ ઊંચા ઉડતા પેલનમાં એવું ગજબનું કામ કર્યું કે PM મોદીએ પણ પેટ ભરીને વખાણ કર્યા- જાણો વિગત

દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપનાર કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડો.ભાગવત કૃષ્ણ રાવ કરાડ અચાનક જ સોશિયલ મીડિયા પર હીરો બની ગયા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમના વખાણ કર્યા છે. પીએમ મોદીએ લખ્યું- A doctor at heart, always! Great gesture by my colleague એટલે કે હંમેશા દિલથી ડોક્ટર, સહયોગી ભાગવત કરાડએ શાનદાર કામ કર્યુ.

કરાડએ મંગળવારે ફ્લાઇટમાં બીમાર પડેલા એક મુસાફરને મદદ કરી. ઈન્ડિગોની દિલ્હી-મુંબઈ ફ્લાઈટ દરમિયાન પેસેન્જરને અસ્વસ્થતા અનુભવાઈ અને પેડિયાટ્રિશિયન કરાડ દ્વારા પેસેન્જરને પ્રાથમિક સારવાર આપવામાં આવી. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી કરાડના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે મુસાફરે બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. કરાડ પછી પેસેન્જર પાસે પહોંચ્યા અને પ્રાથમિક સારવાર આપી. નિવેદન અનુસાર, ડૉ કરાડે પડી ગયેલા મુસાફરને મદદ કરી હતી. ઈન્ડિગોએ પણ કેન્દ્રીય મંત્રીની આ સેવાકીય ચેષ્ટાની પ્રશંસા કરી અને તેને પ્રેરણાદાયી ગણાવી.

આ મામલો ત્યારે મીડિયાના ધ્યાન પર આવ્યો જ્યારે ઈન્ડિગોએ આ અંગે ટ્વિટ કર્યું. ઈન્ડિગો મેનેજમેન્ટે ટ્વીટ કરીને મંત્રી ડૉ. કરાડની પ્રશંસા કરી અને તેમને પ્રેરણાદાયી વ્યક્તિ ગણાવ્યા. ઈન્ડિગોએ કહ્યું કે તે પ્રેરણાદાયી છે કે ડૉ. ભાગવત કરાડ સાથી મુસાફરની મદદ માટે આગળ આવ્યા.

જણાવી દઈએ કે જુલાઈ 2021માં મોદી કેબિનેટના વિસ્તરણમાં ડૉ. કરાડને નાણા રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ છે.

Shah Jina