હેલ્થ

આ વસ્તુઓ ખાવાની છોડી દો પછી જુઓ પાતળી કામણગારી કાયા બની જશે

એક સમય હતો જ્યારે મોટું પેટ અને મેદસ્વીતાને ખાતાંપીતાં ઘરની નિશાની માનવામાં આવતી હતી. પરંતુ આજના સમયમાં દરેક લોકો ખાસ કરીને સ્ત્રીઓ સ્લિમ ટ્રીમ બનવાની ઇચ્છા રાખે છે. પાતળી કમર મેળવવા માટે, છોકરીઓ ફક્ત કસરત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ પોતાની ડાયેટમાં કોઈ જ ફેરફાર કરતી નથી.

Image Source

જો તમે તમારા પેટને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, માત્ર કસરત જ નહીં પરંતુ તમારી ડાયેટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે તમે જે કંઈપણ ખાશો તે તમારા શરીરની ચરબી વધારશે, ખાસ કરીને તમારા પેટ અને કમરની આજુબાજુ, ચરબી વધુને વધુ એકઠી થવા લાગે છે.

Image Source

આપણે ઘણી વાર વિચાર કરીએ છીએ કે બોલીવુડની અભિનેત્રીઓની કમર કેટલી સુંદર અને પરફેક્ટ હોય છે પણ શું તમે જાણો છો કે આ સુંદરીઓ પરફેક્ટ કમર મેળવવા માટે ખૂબ મહેનત કરે છે. સાથે જ તે પોતાની ડાયેટ પર પણ પૂરું ધ્યાન આપે છે.

Image Source

રોજિંદા જીવનમાં આપણે એવી ઘણી વસ્તુઓ ખાઈએ છીએ તેની આપણા સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થાય છે. પરંતુ તેમ છતાં આપણે ઘણીવાર આ હાનિકારક વસ્તુઓનો સેવન કરીએ છીએ. જેના કારણે આપણું ફિગર મેન્ટેન નથી રહેતું.

Image Source

એટલે જ જો આપણે કામણગારી કમર જોઈતી હોય, તો પછી આપણા આહારમાંથી દરરોજ લેવામાં આવતી કેટલીક વિશેષ વસ્તુઓને દૂર કરીને કામણગારી કમર મેળવી શકાય છે. એવામાં આજે અમે તમને બોલીવુડની સુંદરીઓ જેવી નાજુક કમર મેળવવા માટે તમારે કઈ વસ્તુઓથી દૂર રહેવું તે જણાવવા જઈ રહ્યા છીએ.

ફાસ્ટ ફૂડથી રહો દૂર –

Image Source

ત્યાં સુધી કસરત કરવાનો કોઈ ફાયદો નથી જ્યારે તમે તમારા આહાર પર ધ્યાન આપતા નથી. કારણ કે એકવાર ફાસ્ટ ફૂડ ખાવું પણ તમારા માટે ભારે બની શકે છે. આમાં ઓછામાં ઓછી 2000 કેલરી હોય છે. જ્યારે આટલી કેલરી આખા દિવસમાં લેવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય ફાસ્ટ ફૂડમાં બેડ ફેટ વધારે હોય છે અને પોષક તત્ત્વોનું પ્રમાણ ઓછું હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ફાસ્ટ ફૂડથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

ફ્રૂટ જ્યુસ વધારશે વજન –

Image Source

આપણને લાગે છે કે ફ્રૂટ જ્યુસ પીવાથી આપણું ફિગર જળવાઈ રહેશે અને વજન વધશે નહીં, પરંતુ એવું નથી હોતું. ફ્રૂટ જ્યુસમાં કેટલા પણ પોષક તત્વો કેમ ન હોય, પરંતુ તેમાં શુગરની માત્રા વધારે હોય છે. જેના કારણે આપણું વજન ધીમે ધીમે વધવાનું શરૂ થાય છે. સવારે એક ગ્લાસ જ્યુસ પીવાથી કોઈ ખાસ નુકસાન થતું નથી, પરંતુ તમારે તેને નિયમિત પીણું તરીકે વાપરવું જોઈએ નહીં.

રીફાઇન્ડ ગ્રેઇન્સ –

Image Source

રીફાઇન્ડ ગ્રેઇન્સ શુદ્ધ કાર્બોહાઈડ્રેટ હોય છે અને શરીરમાં શુગરની માત્રા વધારે છે. તેના બદલે સાબૂત અનાજ ખાવું જોઈએ.

સોડા ડ્રિન્ક બની શકે છે હાનિકારક –

Image Source

જો તમને ડિનર પછી સોડા પીવાની ટેવ હોય, તો આ આદતને જલ્દીથી ખતમ કરી દો. કારણ કે તમે સોડા પીણા સાથે ક્યારેય પાતળી કમર મેળવી શકતા નથી. જો તમે તેને પાણી અથવા આઈસ્ડ ટીથી બદલી દેશો તો તમે તમારી ડાયેટમાંથી એક અઠવાડિયામાં કેટલાય સો કેલરી ઘટાડી શકો છો.

બટાકા બની છે દુશ્મન –

Image Source

જો તમે પાતળી કમર મેળવવા માટે સતત કસરત કરો છો પરંતુ તેની સાથે તમારી ડાયેટમાં બટાટા સામેલ કરો છો, તો પછી તમે ભૂલી જાઓ છો કે તમારી કમર ક્યારેય પાતળી નહીં થાય, કેમ કે પકાવેલા બટાટા ખાવાનો અર્થ એ છે કે તમે સીધી એક ચમચી ખાંડ ખાઈ રહ્યા છો. જ્યારે તેની હાઈ શુગર ખપી જાય છે, ત્યારે તમને વધુ ભૂખ લાગે છે અને તમે વધુ ખાઓ છો.

તળેલો નાસ્તો –

Image Source

ચિપ્સ અથવા તેના જેવા તળેલા નાસ્તા પણ મીઠાઈની જેમ કેલરીમાં વધારો કરે છે. જો ભૂખ લાગતી હોય તો તમે વચ્ચે વચ્ચે હેલ્ધી સ્નેક્સ ખાઈ શકો છો.

કેલ્શિયમવાળું દૂધ –

Image Source

તમને દૂધ પીવાનું પસંદ હોઈ શકે છે, અને એવું પણ બની શકે કે તમે દૂધ પીધા વિના રહી પણ ન શકતા હોવ. પણ તે કેલ્શિયમ શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ જો તમારે પાતળી કમર જોઈતી હોય તો એને બંધ કરી દો. દૂધ પીધા પછી ગેસની સમસ્યા બની રહે છે, જેના કારણે આપણું પેટ ફૂલવા લાગે છે. તમે દૂધની જગ્યાએ દહીંનો ઉપયોગ કરી શકો છો.

આલ્કોહોલનો નશો ફિગર માટે હાનિકારક –

કેટલાક રિસર્ચ પરથી જાણવા મળે છે કે દિવસમાં એકવાર આલ્કોહોલનું સેવન કરવાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. જ્યારે આલ્કોહોલ બે સમસ્યાઓનું કારણ પણ બને છે, એક તો એમાં હાઈ કેલરી અને ઓછા પોષક તત્ત્વો હોય છે. આલ્કોહોલનું વધુ પડતું સેવન હજારો કેલરી ઉમેરી શકે છે.

હાઈ ફ્રૂકટોઝ કોર્ન સીરપ –

Image Source

આમાં મીઠાઈ અને રીફાઇન્ડ ગ્રેઇન્સમાં થવાવાળી દરેક સમસ્યાઓ એક સાથે થાય છે, એટલે તેનું સેવન ટાળવું જોઈએ.

સ્વીટ કેન્ડીમાં હોય છે વધુ કેલરી –

Image Source

સ્વીટ-કેન્ડી અને અન્ય પ્રકારની મીઠાઈઓ બીજું કઈ નહિ પણ કેલરી જ હોય છે. નાની-નાની દેખાતી આ કેન્ડીમાં કેલરી સૌથી વધારે હોય છે, તેથી તેનાથી દૂર જ રહેવું જરૂરી છે.

દૂધ ઉત્પાદનો –

Image Source

દૂધના ઉત્પાદનોને કેલ્શિયમનો સ્રોત માનવામાં આવે છે, પરંતુ તે કાર્બોહાઇડ્રેટ અને ખરાબ ચરબીના મામલે પણ આગળ હોય છે. જો તમે તમારા પેટને ઘટાડવા માંગતા હો, તો તમારે લીલી શાકભાજીમાંથી જરૂરી માત્રામાં કેલ્શિયમ લેવું જોઈએ અને ડેરી ઉત્પાદનોથી દૂર રહેવું જોઈએ.

એટલે જો તમને પાતળી કામણગારી કમર જોઈતી હોય તો આજથી જ ઉપરોક્ત જણાવવામાં આવેલી વસ્તુઓનું સેવન બંધ કરી દેવું જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.