કૌશલ બારડ ફિલ્મી દુનિયા

બંને એક્ટરનાં જીવનની દુ:ખદ સમાનતા સામે આવી : પથારીવશ હોવાથી બંનેની આ ઇચ્છા રહી અધૂરી!

ઇરફાન ખાન અને રિશી કપૂરનાં અવસાનથી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અને સિનેમાના રસિકોને ભારે આઘાત લાગ્યો છે. ઇરફાનની તો ઉંમર પણ બહુ નહોતી. રિશીએ પીઢ વયે દેહ છોડ્યો. બંને એક્ટરો કેન્સરથી પીડિત હતા. વિદેશમાં ઇલાજ માટે પણ બંને જઈ ચૂકેલા છે. રિશી કપૂરની ઉંમર ૬૭ વર્ષની હતી જ્યારે ઇરફાનની ૫૪ વર્ષની.

Image Source

અહીં યોગાનુયોગ એક બીજું પણ સામ્ય આ બંનેની જિંદગીમાં આવેલું છે. સમાનતા જો કે દુ:ખદ ઘડીની છે, પણ બંને સાથે લગભગ સરખું જ બન્યું હતું. વાત જાણે એમ છે કે, આ બંને અભિનેતાઓ પોતાની માતાના અંતિમ સંસ્કારમાં હાજરી નહોતા આપી શક્યા. પ્રબળ ઇચ્છા છતા એ શક્ય નહોતું બન્યું!

ઇરફાન ખાનની માતા સઇદા બેગમનું નિધન તો હજુ હમણાં જ થયું, ઇરફાને દેહ છોડ્યો એના ૬ દિવસ પહેલા! જયપુરમાં માતાનું અવસાન થયું એ ખબર ઇરફાનને મુંબઈમાં મળ્યા. પણ ઇરફાન માટે ત્યારે માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનું શક્ય ના બન્યું. છેવટ સુધી તેની આંખો માતાને યાદ કરતી રહી!

Image Source

રિશી કપૂર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં રિશી કેન્સરની સારવાર માટે અમેરિકા ગયેલ. ઓક્ટોબરમાં દેશમાંથી સમાચાર આવ્યા કે, તેમનાં માતા ક્રિષ્ના રાજ કપૂરનું અવસાન થયું છે. એ દુ:ખદ સમય વિશે એક ઇન્ટરવ્યૂમાં રિશી કપૂર જણાવે છે, કે હું ઇચ્છતો તો હતો કે ઘરે જઈને માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપું. પણ મારી ગંભીર બિમારીને લીધે મારે ન્યૂયોર્કમાં જ રહેવું પડ્યું.

આમ, બંને અભિનેતાઓ હોસ્પિટલના બિછાને જ હતા જ્યારે તેમની માતાનું નિધન થયું! આ દુ:ખદ સામ્યને કેવું ગણવું? ઈશ્વર તેમની પવિત્ર આત્માઓને શાંતિ અર્પે!

Author: કૌશલ બારડ: GujjuRocks Team