મનોરંજન

એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડેલા આ 5 બૉલીવુડ સિતારાઓની પ્રેમકહાની રહી ગઈ અધૂરી, જાણો ક્યાં સેલેબ્સ છે શામેલ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા પ્રેમના કિસ્સાઓ રોજ સાંભળવા મળે છે. જેમાં હીરો-હિરોઈન સાથે કામ કરતા કરતા પ્રેમ થઇ જતો હોય છે. આવા કિસ્સાઓમાંથી ગણ્યા-ગાંઠ્યા હીરો-હીરોઈનની પ્રેમ કહાનીઓ લગ્નમાં પરિવર્તિત થાય છે. બાકીની કહાનીઓ અધૂરી રહી જાય છે. આજે અમે તમને એવી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જોડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની પ્રેમ કહાનીઓ અધૂરી રહી ગઈ છે.

અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી
એક સમય હતો જયારે ખિલાડી અક્ષયકુમાર અને શિલ્પા શેટ્ટી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. ખબર તો ત્યાં સુધીની આવી હતી કે બંને જલ્દી જ લગ્નમાં બંધનમાં બંધાવવાના હતા. અક્ષય ઈચ્છતો હતો કે તેની પત્ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહે પણ શિલ્પા એક કામિયાબ અભિનેત્રી મુકામે ઇચ્છતી હતી. બસ આ કારણોસર બંનેની પ્રેમકહાની અધૂરી રહી ગઈ હતી.

કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન
કરિશ્મા અને અભિષેકની પ્રેમકહાની લગ્નના બંધનમાં બંધાતા બંધાતા રહી ગઈ હતી. બંને એકબીજાના આટલા પ્રેમમાં હતા કે તેમની સગાઇ પણ થઇ ચુકી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે મોટા નામ બચ્ચન અને કપૂર એકબીજા સાથે જોડાવવા જઈ રહ્યા હતા. પરંતુ અચાનક કરિશ્મા અને અભિષેકના સંબંધોમાં તિરાડ પડી ગઈ અને બંને એકબીજાથી અલગ થઇ ગયા હતા. જો કે બંનેનું અલગ થવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

કરીના કપૂર અને શાહિદ કપૂર
2004માં આવેલ ફિલ્મ ફિદાથી બંનેની લવસ્ટોરી શરૂ થઇ હતી અને 2007માં આવેલ જબ વી મેટની શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના સબંધો બગડ્યા હતા. શરૂઆતી દિવસોમાં બંનેની જોડી અતૂટ લાગી રહી હતી પણ ધીરે ધીરે બંનેના સંબંધોમાં ખટાશ આવતા એ અતૂટ લવસ્ટોરી અધૂરી રહી ગઈ હતી.

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય
દબંગ સલમાન અને ઐશ્વર્યાની જોડી 90ના દશનની લોકપ્રિય જોડીમાંથી એક હતી. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. પરંતુ બંનેની લવસ્ટોરી અધૂરી રહી ગઈ હતી. કહેવાય છે કે સલમાનના ઓવર પોઝેસિવ નેચર બંનેના બ્રેકઅપનું કારણ બન્યું હતું. સલમાન ઐશ્વર્યની દરેક ફિલ્મની શૂટિંગ પર પહોંચી જતોહતો. અંતે કંટાળી ઐશ્વર્યાએ સંબંધ પૂરો કરી નાખ્યો હતો.

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ
રણબીર અને દીપિકાની લવસ્ટોરીની ચર્ચાએ તે સમયમાં ખુબ જોર પકડ્યો હતો. બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા. ત્યાં સુધી કે દીપિકાએ તો રણબીરના નામનું ટેટુ પણ બનાવ્યું હતું. પણ બંનેનોએ પ્રેમ અધૂરો રહી ગયો હતો. બંનેની લવસ્ટોરી લગ્નમાં પરિવર્તિત થઇ શકી ના હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.