જીસ્મની ભૂખ મિટાવાનો ધંધો ખુલ્લેઆમ ચાલતો હતો, 6 રૂમમાં ચાલતુ કૂટણખાનું ઝડપાયુ, જુઓ કેટલા ઝબ્બે થયા
A Racket Running In Chotila : ગુજરાતમાંથી ઘણીવાર દેહવેપારના ધંધા ચાલતા હોવાનો પર્દાફાશ થાય છે. જ્યારે પોલિસને આવા ગેરકાયેસર ધંધા ચાલતા હોવાની બાતમી મળે છે તો તે ડમી ગ્રાહક મોકલી આનો પર્દાફાશ કરે છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઇવેના કોમ્પલેક્ષમાં ઉપરના માળે 6 રૂમમાં ચાલતુ કૂટણખાનું ઝડપાયુ છે, જે બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી અને 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ એક કોમ્પલેક્સમાં હીરોના શો રૂમની ઉપરના માળે 6 રૂમમાં દેહવેપાર કરવામાં આવી રહ્યો હતો, જેના માટે બહારથી રૂપ લલનાઓ બોલાવવામાં આવતી અને તેમની પાસે આ ધંધો કરાવવામાં આવતો.
આની બાતમી મળતા સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન બે પુરુષો મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપાયા. દેહ વેપાર કરાવનારા અને ગ્રાહક મળીને કુલ પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી હતી અને રૂ. 4,35,010ના મુદામાલ જપ્ત કર્યો હતો.
ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમોલી ઉર્ફે અનીલ રોજાસરા અને ભરત શેખ રૂપલલનાઓ બોલાવી ધંધો કરાવતા અને મહેશ ભૂપત ખાચર જાણીતા વ્યક્તિઓને ગ્રાહક તરીકે લાવતો અને કમિશન મેળવતો. રાહુલ વાઘેલા અને નિમીશ મજીઠીયાની અટક કરી ચોટીલા પોલીસને સોંપવામાં આવ્યા. જીવણ મકવાણા નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
જેણે પોતે આ જગ્યા ભાડે લઈને આરોપીઓને દેહવેપારનો ધંધો કરાવવા માટે આપી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે, હાલ તો આ જગ્યા કોની માલિકીની છે તે અંગે પોલીસે કંઇ કહ્યુ નથી. પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ. 25010, કોન્ડોમ નંગ- 77 મોબાઈલ નંગ- 6 કિંમત રૂ. 30,000 અને વાહનોમાં ડસ્ટર, બુલેટ અને સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂ. 3,80,000 મળીને કુલ રૂ. 4,35,010નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.