અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા બેકાર બનેલા લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવતા યુવક યુવતીને ઝડપ્યા, 1700 લોકો સાથે થઇ લાખોની છેતરપીંડી

કોરોના કાળની અંદર ઘણા લોકો નોકરી રોજગાર વિહોણા બની ગયા છે. ઘણા લોકોની નકરીઓ છૂટી ગઈ છે તો ઘણા લોકોના વેપાર ધંધામાં પણ મંદ પડી ગયા છે અને કેટલાકના તો બંધ પણ થઇ ગયા છે, ત્યારે આવા સમયમાં દરેક વ્યક્તિ કામ શોધી રહ્યું છે અને આવા સમયમાં ઘણા લોકો ઓનલાઇન લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવીને તેમને છેતરવાની ગતિવિધિઓ હાથ ધરતા હોય છે.

આવા જ એક યુવક યુવતીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. જે લોકોને કામની લાલચ આપી અને તેમની પાસેથી પૈસા પડાવી લેતા હતા. અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી આ બંનેએ 1700 કરતા પણ વધારે લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે. આ બાબતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતના એન્જિનિયર અને કાયદો ભણેલી યુવતીએ બેરોજગારોને ઠગવાનો ધંધો શરૂ કર્યો હતો.અમદાવાદ સાયબર ક્રાઈમે સુરતના આ બંને યુવક યુવતીને પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલા બંનેની સગાઈ થઈ છે, જે સાથે મળીને બેરોજગાર લોકોને છેતરતા હતા.

આ ઘટનામાં સામે આવ્યું છે કે સુરતના એન્જિનિયર યુવાન હાર્દિક વડાલીયાએ રૂપિયા કમાવવાનો નવો કીમિયો શોધી કાઢ્યો. આરોપી હાર્દિક જોબ રિપ્લેસમેન્ટ વેબ સાઈટ પરથી નોકરી ઇચ્છતા યુવક-યુવતી ઓના નંબર મેળવતો અને ત્યાર બાદ તેમને ફોન કરીને ડેટા એન્ટ્રી કરી રૂપિયા કમાવવાની લાલચ આપતો હતો. જોકે પહેલા એક ડેમોસ્ટ્રેશનના ભાગ રૂપે હાથથી લખેલ પેજ મોકલી આપતો. જે એક સોફ્ટવેરમાં ટાઇપ કરી આપવા માટે કહેતો હતો.

જોકે આ સોફ્ટવેર માટે તે સામે વાળા વ્યક્તિ પાસે થી માત્ર રૂપિયા 999 મેળવતો અને ત્યાર બાદ છેતરપિંડી કરતો હતો.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હાર્દિક મૂળ સિવિલ એન્જિનિયર છે અને તેની મંગેતર રૂચિતા LLBની વિદ્યાર્થિની છે. હાર્દિક અને રૂચિતા બંનેએ રીતસર લોકોને છેતરવા માટે ત્રણ-ચાર છોકરીઓને નોકરી રાખી હતી. આ છોકરીઓ ઓનલાઈન લોકોના બાયોડેટા સર્ચ કરીને છેલ્લા એક વર્ષથી લોકોને ફોન કરતી હતી.

આ યુવક યુવતી બંને બેકારીનો ભોગ બનેલા લોકો પાસે 999 રૂપિયા જેવી સામાન્ય રકમ જ વસુલતા હતા અને નોકરીની લાલચમાં આવીને લોકો આ રકમ ભરી પણ દેતા હતા. ઓછી રકમ વસૂલવાના કારણે તેમને હતું કે કોઈ છેતરાવવાની ફરિયાદ પણ નહિ કરે અને પોતે પૈસાની કમાણી કરી શકશે. ગુજરાતભરમાંથી આ બંનેએ થઈને 1700 જેટલા લોકો સાથે છેતરપીંડી કરી હતી અને તેમની પાસેથી કુલ 17.40 લાખ રૂપિયા પણ હેઠવી લીધા હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓ દ્વારા પોતાના સંબંધીઓના નામ ઉપર અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેના કારણે કોઈને શંકા પણ ના જાય. ઓફિસમાં રાખેલી ત્રણ ચાર યુવતી ફોન કરી અને દેતા એન્ટ્રી આપવાનું કહેતી જેના માટે રજીસ્ટ્રેશન ફીના ભાગ રૂપે 999 રૂપિયા પણ ભરાવતી. આરોપીએ સુરતના એક કોમ્પ્લેક્સમાં ઓફિસ પણ રાખી હતી. જે અંગેની બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળતા તેમને આરોપીઓને ઝડપી પડ્યા હતા.

Niraj Patel