ખબર

આ કારણે વ્યક્તિએ પોતાની પત્ની અને દીકરાની હત્યા કરી, પછી પોતે પણ કરી આત્મહત્યા

દર્દનાક ઘટના: આ વ્યક્તિએ પત્ની અને માસૂમ દીકરાની હત્યા કરી, પછી ફાંસી લગાવી આપ્યો જીવ- જાણો એવું તો શું થયું હતું જીવનમાં?

કોરોના વાયરસની મહામારીની બીજી લહેર સમગ્ર દેશમાં જારી છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી કેસમા ઘટાડો નોંધાયો છે અને હવે અનેક રાજયોમાં લોકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યુ છે અને કર્ફયુના સમયમાં પણ કેટલોક ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને એક સમયનું જમવાનું પણ નસીબ નથી થઇ રહ્યુ. કેટલાક લોકો બેરોજગાર થઇને ઘરે બેઠા છે. આવી સ્થિતિમાં ઘરનો ખર્ચ નીકાળવો ઘણો મુશ્કેલ થઇ જાય છે.

કેટલાક લોકો માનસિક તણાવથી ઝઝૂમી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂણેથી હત્યા અને આત્મહત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. પુણેમાં બેરોજગારીથી કંટાળી એક વ્યક્તિએ પહેલા તેની પત્ની અને માસૂમ બાળકની ધારદાર હથિયારથી હત્યા કરી નાખી ને તે બાદ તેણે પણ આત્મહત્યા કરી લીધી. આ મામલો સામે આવ્યા બાદ પૂરા વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે.

પોલિસે જણાવ્યુ કે, હનુમંત શિંદે તેની પત્ની, 14 મહિનાના બાળક અને પિતા તેમજ ભાઇ સાથે પોતાના ફ્લેટમાં રહેતો હતો. રવિવારે લગભગ 11 વાગ્યે તેનો રૂમ અંદરથી બંધ હતો. જયારે તેણે અને તેની પત્ની સાંજ સુુધી દરવાજો ના ખોલ્યો, તો પિતાએ સંબંધીઓને બોલાવ્યા અને પોલિસને તેની જાણકારી આપી. તે બાદ પોલિસ આવી અને દરવાજો તોડી અંદર ગઇ તો શિંદે ફાંસી પર લટકેલો હતો અને તેની પત્ની તેમજ બાળક મૃત હતા.

પોલિસને ઘટના સ્થળે કોઇ સુસાઇડ નોટ નથી મળી, પરંતુ પરિવારજનોનું કહેવુ છે કે, તે બેરોજગાર હતો અને પરેશાનીઓથી ઝઝૂમી રહ્યો હતો, જેને કારણે તે તણાવમાં હતો અને છેલ્લા કેટલાક દિવસોથી ચૂપ-ચૂપ રહેતો હતો. આ મામલો પોલિસ તપાસ કરી રહી છે.