ખબર

પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોનાથી મોત? જાણો શું છે હકીકત

ભારતમાં સિરિયલ બ્લાસ્ટનો આરોપી અને દુનિયાના કુખ્યાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ પણ કોરોના વાયરસના ઝપાટામાં સપડાયો છે.

આ ઘટના બાદ દાઉદના ગાર્ડ્સ અને બીજા સ્ટાફને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ છે અને અંડરવર્લ્ડ ડૉન છે.દાઉદની પત્ની મહજબીનનો પણ રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, પાકિસ્તાન તરફથી આ વાતને વારંવાર નકારવામાં આવી રહી છે.

દાઉદ ઇબ્રાહિમના ભાઈ અનીસ ઇબ્રાહિમે દાઉદને કોરોનાની સંક્રમિત ના હોવાનું કહી આ અફવાહ ગણાવી છે. અનીસે દાવો કર્યો છેકે , ભાઈ સહીત પરિવારના બધા સભ્યો સ્વસ્થ છે. કોઈ હોસ્પિટલમાં ભરતી કરવામાં નથી આવી. જણાવી દઈએ કે, અનીસ, દાઉદની ડી કંપની ચલાવી રહ્યો છે.

સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે અજ્ઞાત સ્થળેથી ફોન પર જણાવ્યું હતું કે દાઉદના પરિવારના તમામ સભ્યો બરાબર છે. તેના પરિવારમાં કોઈને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો નથી. અનીસ યુએઈનો લક્ઝરી બિઝનેસ અને પાકિસ્તાનમાં એક વિશાળ બાંધકામ પ્રોજેક્ટ, તેમજ પરિવહન વ્યવસાય ચલાવે છે.

દાઉદની પત્નીનું નામ મહજબીન ઉર્ફ જુબીન જરીન છે. દાઉદ અને જુબીનાના ચાર સંતાન છે. ત્રણ દીકરીઓ માહરૂખ, માહરીન અને મારિયા, દીકરાનું નામ મોઇન છે.