ખબર

છોટા રાજનના મોતના સમાચાર વાયરલ થતા AIIMSનું નિવેદન આવ્યું સામે, જાણો વિગત

કોરોના વાયરસના વધતા જતા કહેરની વચ્ચે સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ તેની ચપેટમાં આવતા જઈ રહ્યા છે. ત્યારે અન્ડર વર્લ્ડના ડોનને પણ કોરોના ના બક્ષ્યો અને અન્ડર વર્લ્ડના ડોન છોટા રાજનનું કોરોનાના કારણે દિલ્હીની એઇમ્સમાં નિધન થઇ ગયું હોવાની ખબર સામે આવી હતી.

અન્ડર વર્લ્ડ ડોન છોટા રાજન તિહાર જેલની અન્ડર બંધ હતો. પરંતુ તેને કોરોના સંક્ર્મણ લાગવાના કારણે 27 એપ્રિલના રોજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. પરંતુ આજે તેની તબિયત વધારે બગડવા લાગી હતી અને થોડી જ વર્મા તેનું મોત થઇ ગયું હોવા તેવા સમાચાર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

પરંતુ હવે એઇમ્સ દ્વારા આ બાબતે નિવદેન આપવામાં આવ્યું છે જેમાં છોટા રાજનનું મોત થયું છે કે નહિ તેના વિશે પુષ્ટિ કરવામાં આવી છે. એમઈમ્સ દાવર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “છોટા રાજન હજી જીવે છે અને તેની કોરોનાની સારવાર ચાલી રહી છે.”

રાજનને તિહારજેલની અન્ડર સૌથી એકલા રાખવામાં આવ્યો હતો. જ્યાં સુરક્ષા કારણોથી અન્ય કેદીઓ સાથે વાતચીત કરવાની અનુમતિ નહોતી. અધિકારીઓને સંદેહ હતો કે તેને કોઈ જેલ અધિકારીઓના સંપર્કમાં આવવાના કારણે કોરોના સંક્ર્મણ લાગ્યું છે.