મમ્મી, કાકાએ મારી સાથે ગંદુ કામ કર્યું… મને દુખાય છે, અમદાવાદમાંથી આવ્યો સૌથી ચોંકાવનારો કિસ્સો, ધ્રુજી ઉઠશો વાંચતા જ

કાકાએ મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોયાને હવસ ઉપડી તો માસુમ 6 વર્ષની ભત્રીજીને પીંખી નાખી, જાણો સમગ્ર મામલો

uncle rapes 6 year old niece in ahmedabad : ગુજરાત (gujarat) માં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ અને યુવતીઓ ઉપરાંત નાની બાળકીઓ અને કિશોરીઓ સાથે પણ છેડછાડ અને દુષ્કર્મ થવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ઘણીવાર તો પરિવારની અંદરના સભ્ય દ્વારા મહિલાઓ, યુવતીઓ કે બાળકીઓ સાથે આવા દુષ્કર્મ થવાની ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે હાલ અમદાવાદ (ahemdabad) માંથી કાકા ભત્રીજીના સંબંધોને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા 20 વર્ષીય રાહુલે પોતાની 6 વર્ષની માસુમ ફૂલ જેવી ભત્રીજી પર નજર બગાડી અને તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું. જયારે બાળકી તેનાથી ડરી ગઈ અને તેની માતાને વાત કરતા આ વાતની ખબર પડી ત્યારે આ નરાધમ કાકા વિરુદ્ધ તેની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપીની ધપરકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આ 6 વર્ષની બાળકીના માતા પિતા બાળકીને મૂકીને ક્યાંક બહાર ગયા હતા. ત્યારે તેના 20 વર્ષીય કાકા રાહુલ ઘરમાં જ હતા. આ દરમિયાન કાકાએ બાળકીની એકલતાનો લાભ લઈને તેની સાથે અડપલા કરવાના શરૂ કર્યા અને બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી. જેના બાદ રાત્રે જયારે તેના મમ્મી પપ્પા ઘરે આવ્યા ત્યારે બાળકી તેની માતા આગળ રડવા લાગી.

જયારે માતાએ તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે બાળકીએ જણાવ્યું કે તેના શરીરમાં દુખાવો થાય છે અને તેના કાકાએ તેની સાથે ગંદુ કામ કર્યું છે. આ સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આ બાબતની જાણ સોલા પોલીસને જાણ કરી. સોલા પોલીસે પણ આ મામલે ગંભીરતા દાખવી નરાધમ રાહુલને પોક્સો એક્ટ અને બળાત્કારની કમલ હેઠળ ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી કાકા મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા અને તેના બાદ ભત્રીજી સાથે આ કુકર્મ કર્યું.

Niraj Patel