આ દાદાએ દાદીને એવી રીતે કર્યુ પ્રપોઝ કે વીડિયો જીતી રહ્યો છે લાખો લોકોના દિલ, તમે પણ જોઈને ભાવુક થઇ જશો, જુઓ

એવું કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, ઘણા લોકો પોતાના જીવનસાથીને ઉંમરનો એક પડાવ વીત્યા છતાં પણ પ્રેમ કરતા હોય છે અને પોતાના જીવનસાથી માટે કંઈપણ કરી છૂટવા માટે તૈયાર રહેતા હોય છે. સોશિયલ મીડિયામાં ઘણીવાર વૃદ્ધ દાદા દાદીને એકબીજા ઉપર પ્રેમ વ્યક્ત કરતા વીડિયો સામે આવતા રહે છે જેને યુઝર્સ પણ ખુબ જ પસંદ કરતા હોય છે, ત્યારે હાલમાં એક દાદા દાદીને પ્રપોઝ કરતા હોય તેવો વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જે દંપતી જોવા મળી રહ્યું છે તે 44 વર્ષથી એકબીજા સાથે છે. સુખ હોય કે દુ:ખ બંનેએ એકબીજા સાથે બધું વહેંચીને આટલા વર્ષો પૂરા કર્યા. આ વિડિયોએ કેટલાય લોકોના દિલ જીતી લીધા છે અને ઘણા લોકો ભાવુક પણ થઇ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ પોતાની પત્નીને પ્રપોઝ કરવા માટે ઘૂંટણિયે પડી જાય છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ ઘૂંટણ પર બેસીને તેની પત્નીને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને સમજી શકાય છે કે આ ઉંમરે પણ તે પોતાના પ્રેમનો અહેસાસ કરાવવાનું સારી રીતે જાણે છે. ઉંમરના આ પડાવના કારણે ઘૂંટણિયે બેસવામાં ચોક્કસ તકલીફ થાય છે, પરંતુ ચહેરા પરનું સ્મિત દરેક દર્દ પર મલમ લગાવી રહ્યું છે.

આ ઉંમરે  પણ આવી તકલીફો સહન કર્યા છતાં પણ આ વૃદ્ધ વ્યક્તિએ તેમની પત્નીને પ્રપોઝ કર્યું છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે તેઓએ એકસાથે 44 વર્ષ પૂરા કર્યા છે. દાદાએ પણ હાથમાં ગુલાબનું ફૂલ પકડ્યું છે. તેમની આ રોમેન્ટિક સ્ટાઈલ ઘણા યુઝર્સને પસંદ આવી. આ વીડિયો જોઈને ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી પણ મોકલ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોનું મનોરંજન થયું હતું. તમને જણાવી દઈએ કે આ વીડિયો ઘણી વખત જોવામાં આવ્યો છે અને બે લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.

Niraj Patel