‘લોહીના આંસુ રડાવીશ’ ફુઆએ પિતા સાથે બદલો લેવા માટે દીકરાને મારી નાખ્યો, હત્યા કરી બેડમાં છુપાવી દીધી લાશ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં અંગત અદાવત સહિત અનેક કારણો હોય છે, ત્યારે હાલમાં ફરીદાબાદની ભગતસિંહ કોલોનીમાંથૂ 6 વર્ષના માસૂમની હત્યાનો મામલો સામે આવ્યો છે. શિવાંશ ઉર્ફે છોટુનો મૃતદેહ તેની ફોઇના ઘરેથી ડબલ બેડની અંદરથી મળી આવ્યો હતો. બાળકની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. શિવાંશ બે દિવસથી ગુમ હતો. હાલ તો પોલીસે મૃતકના ફુઆને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.
ફુઆએ લીધો થપ્પડનો ખૂની બદલો
મૃતક બાળકના પિતાના કહેવા પ્રમાણે, તેમનું બાળક અચાનક ગાયબ થઈ ગયું અને ગલીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તે તેની ફોઇના ઘરે જતો જોવા મળ્યો પરંતુ તે પાછો આવતો સ્પષ્ટ દેખાયો નહોતો. મૃતકના પિતાના કહેવા પ્રમાણે તેની બહેન બબીતા પતિ અને બાળકો સાથે પાડોશમાં જ રહે છે. બાળક તેની બહેન અને જીજાના ઘરે આવ-જા કરતું હતું, તેથી તેને બહેન અને જીજા પર કોઈ શંકા નહોતી.
બાળકની હત્યા કરી બેડમાં છુપાવી દીધી લાશ
બાળકના પિતા ભાનુ પ્રતાપે જણાવ્યું કે ઘણી શોધખોળ બાદ પણ જ્યારે બાળક ન મળ્યું તો તેઓ NIT પોલીસ સ્ટેશન ગયા અને ફરિયાદ નોંધાવી. જે પછી પોલીસ ઘટનાસ્થળે આવી અને બાળકની શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસને પણ કંઈ મળ્યું નહિ. ગુરુવારે બે દિવસ વીતી ગયા બાદ પોલીસે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો અને ફરીદાબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરેક ઘરમાં તપાસ કરી ત્યારે પુત્રનો સડી ગયેલો મૃતદેહ બહેનના ઘરમાં ડબલ બેડની અંદરથી મળી આવ્યો.
પિતા સાથે બદલો લેવા માટે દીકરાને મારી નાખ્યો
બાળકના હાથ-પગ બાંધેલા હતા અને મોઢામાં થેલી ઠુસેલી હતી. ભાનુ પ્રતાપે જણાવ્યું કે, તેમને બહેન અને બનેવી પર થોડી પણ શંકા હોતી અને પહેલા બાળકની શોધ કરી હોત તો કદાચ તેમના બાળકનો જીવ બચી શક્યો હોત. બાળકની દાદીએ જણાવ્યું કે ઘણા વર્ષો પહેલા જમાઈ બલરામ તેમની પુત્રી બબીતાને મારતો હતો, ત્યારબાદ તેના પુત્ર ભાનુએ તેની બહેનને બચાવતા બલરામને થપ્પડ મારી હતી,
લોહીના આંસુ રડાવાની આપી હતી ધમકી
ત્યારે બલરામે ભાનુને લોહીના આંસુ રડાવાની ધમકી આપી હતી. જેને કારણે તેણે બાળકની હત્યા કરીને બદલો લીધો, ઉલ્લેખનીય છે કે બાળકોના ગુમ થયા બાદ બલરામ પણ બાળકને શોધવાનું નાટક કરી રહ્યો હતો. આ કેસમાં પોલીસનું કહેવું છે કે આરોપી બલરામની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં