...
   

સાઢુની દીકરી સાથે ચાલી રહ્યુ હતુ અફેર, લગ્ન નક્કી થયા તો બોખલાયા માસા, રક્ષાબંધનના દિવસે આપ્યો ખૌફનાક વારદાતને અંજામ

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક માસાની પોલીસે તેના જ સાઢુની દીકરીની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે હત્યા કરાયેલી યુવતીની છુપાયેલી લાશ પણ મેળવી લીધી છે. આરોપ છે કે માસાનું તેની જ ભાણી સાથે બે વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. પરંતુ આ દરમિયાન યુવતીના પિતાએ તેના લગ્ન નક્કી કર્યા અને આનાથી ગુસ્સે થઈને માસાએ બાળકીની ગળું દબાવીને હત્યા કરી દીધી અને મૃતદેહને એક નવનિર્મિત મકાનમાં છુપાવી દીધો.

એસપીએ સમગ્ર મામલાનો ખુલાસો કરતા કહ્યું કે, આરોપી માસા મણિકાંત દ્વિવેદીનું તેની સાળીની પુત્રી સાથે અફેર છેલ્લા બે વર્ષથી હતું. પરંતુ યુવતીના પિતાએ લગ્ન નક્કી કર્યા અને આનાથી આરોપી મણિકાંત દ્વિવેદી નારાજ હતો. રક્ષાબંધનના દિવસે યુવતી તેના માસાના ઘરે ગઈ હતી. જ્યાંથી આરોપી તેને કાંશીરામ કોલોનીમાં નવનિર્મિત મકાનમાં લઈ ગયો અને ગળું દબાવી હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ તે લાશને છુપાવીને ભાગી ગયો હતો. આટલું જ નહીં, પોલીસને મૂંઝવવા માટે તેણે મૃતકનો મોબાઈલ બસમાં રાખ્યો હતો.

પોલીસે યુવતીની લાશ કબજે કરી આરોપી મણિકાંત દ્વિવેદીની ધરપકડ કરી હતી. આ બાબતનો ખુલાસો કરતા એસપીએ કહ્યું કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. મૃતક યુવતી બેહટા ગોકુલ વિસ્તારની રહેવાસી હતી, જ્યારે આરોપી કોતવાલી દેહાત વિસ્તારની સુગર મિલ કોલોનીમાં રહેતો હતો.21 ઓગસ્ટના રોજ માસાએ પિતાને ફોન કરીને જણાવ્યું કે તેમની પુત્રી ભાગી ગઈ છે. આવી સ્થિતિમાં, બાળકીના પિતાએ શંકાના આધારે પુત્રીના ગુમ થવા મામલે સાઢુ વિરુદ્ધ FIR નોંધાવી.

Shah Jina