સંગીત સંધ્યામાં આ કાકાએ ગોવિંદાના ગીત ઉપર કર્યો ધાંસુ ડાન્સ, વીડિયો જોઈને મહેમાનો પણ રહી ગયા હક્કાબક્કા

હાલ તમે આખા દેશમાં નજર કરશો તો તમને લગ્નનો માહોલ જ છવાયેલો જોવા મળશે, ભારતમાં હાલ લગ્નની સીઝન પૂર બહારમાં ખીલી છે અને એટલે જ સોશિયલ મીડિયા ખોલવાની સાથે જ લગ્નના અવનવા વીડિયો પણ વાયરલ થતા જોવા મળતા હોય છે, ઘણા વીડિયો લગ્નની અલગ અલગ વિધિના હોય છે તો કેટલાક વીડિયો લગ્નમાં થતા મસ્તી મજાકના હોય છે.

લગ્ન હોય અને ડાન્સ ના થાય એવું તો કેમ બને, સોશિયલ મીડિયામાં ઘણા લગ્નની અંદર ડાન્સના વીડિયો પણ સામે આવતા રહે છે, જેમાં કેટલાક લોકોના ગજબના ડાન્સ જોવા મળે છે અને આ વીડિયો વાયરલ પણ થઇ જતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક કાકાનો ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કાકા ગોવિંદાના ગીત ઉપર ગજબનો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં લગ્નમાં આવેલા કાકા અને કાકી ગોવિંદાના ફેમસ ગીત ‘આપકે આ જાને સે’ પર ખૂબ જ મસ્તીમાં ડાન્સ કરતા જોઈ શકાય છે. આજે ઘણા લોકો લગ્નમાં ડાન્સ કરવા કોરિયોગ્રાફર રાખે છે ત્યારે કાકા-કાકીનો ડાન્સ જોઈને એમને એવું લાગે છે કે તેમને કોઈની પાસેથી શીખવાની જરૂર નથી લાગી. બંને માત્ર લગ્નનો આનંદ માણવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Nikita Agrawal Goyal (@nikita192962)

લગભગ એક મિનિટ અને 20 સેકન્ડના વીડિયોમાં કાકા અને કાકી એકબીજા સાથે રોમેન્ટિક ગીત પર ડાન્સ કરતા ખોવાઈ જાય છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ કપલના ડાન્સને ઘણા લોકો વારંવાર જોઈ રહ્યા છે અને ઘણા લોકો કોમેન્ટ કરી અને આ ડાન્સની પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel