નિરાલી હર્ષિત રસોઈ

ઉનાળામાં મજેદાર લસ્સી બનાવવાની રીત વાંચી લો .. હવે કોઇપણ ગેસ્ટ આવે એને લસ્સી પીવડાવો.

ઉનાળામાં મજેદાર લસ્સી બનાવવાની રીત. હવે કોઇપણ ગેસ્ટ આવે એને લસ્સી પીવડાવો.
પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે લસ્સી

સામગ્રી:-

  • એક બાઉલમાં દહીં
  • 3-4 ટેબલસ્પૂન ખાંડ
  • ice cube

– દહીં આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બી-૬ ,વિટામિન b12 તેમજ બહુ બધા minerals આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ અગત્યના છે.

રીત:-

સૌપ્રથમ મિક્સર જારમાં એક બાઉલ દહીં લો. ત્યારબાદ તેમાં ૩ થી ૪ ટેબલસ્પૂન ખાંડ ઉમેરો. હવે તેને ક્રશ કરી દો હવે હવે તેમાં આઈસ ક્યુબ નાખી ફરી એકવાર ક્રશ કરી દો… (ice cube નાખેલા હોવાથી તમારા પાણી રેડવાની જરૂર નથી)..ગાર્નિશીંગ માટે ડ્રાયફ્રુટ્સનો યુઝ કરો…. રેડી છે તમારી મીઠી લસ્સી…

જો તમે તેમાં આઈસક્રીમ એડ કરવા માગતા હોય તો તે રેડી થાય છે…. લસ્સી વીથ આઈસક્રીમ..

Recepie by – નિરાલી હર્ષિત
તમે આ રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ રેસિપી તમને ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ સ્વાદિષ્ટ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમને પ્રોત્સાહન મળી રહે .. 🙏 અમે હજુ અમે આનાથી પણ વધારે રેસિપી લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

Waoo : જાણો મૈંગો મિલ્ક શેઈક બનાવવાની રેસીપી…ગરમીમાં રહો ઠંડા ઠંડા કુલ કુલ

ટૂંક સમયમાં જ કેરીની સીજન શરુ થવા જઈ રહી છે તો આજની આ રેસીપી તમને ખુબ કામ આવી શેક છે. આજે અમે તમને મેંગો શેઈકની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. ગરમીની સીજનમાં મેંગો મિલ્ક શેઈક બાળકો ની સાથે સાથે દરેક લોકોને પસંદ આવતું હોય છે. આ શેઈક બનાવા માટે હંમેશા રેસા વગરની કેરી જ ઉપીયોગમાં લેવી જોઈએ. કેમ કે રેસા વાળી કેરી માંથી બનેલા શેઈકથી મો માં રેસા આવી શકે છે અને તે પૂરી મજા અને સ્વાદ બગાડી નાખે છે. માટે હંમશા સારી ક્વોલેટી જેવી કે કેસર, હાફૂસ, બદામ પ્રકારની કેરીનો જ ઉપયોગ કરો.

હંમેશા ફ્રેશ દુધનો જ ઉપયોગ કરો જેથી તમે તેને એક કે બે દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. સવારે ફ્રેશ દૂધ સાથે મેંગો શેઈક બનાવી લો અને ફ્રીજમાં મૂકી દો. બાદમાં તેને તમે દિવસ દરમિયાન ગમે ત્યારે પી શકો છો. સાથે જ તમે શેઈક માં સ્વાદ બદલાવા માટે આઈસક્રીમ પણ ઉમેરી શકો છો. જે પુનેનું ફેવરીટ ડ્રીંક માનવામાં આવે છે જેને ‘મૈંગો મસ્તાની’ કહેવામાં આવે છે.

સાથે જ તમે શેઈક માં અમુક ડ્રાઈ ફ્રુટ્સ, માવો,ક્રીમ વગેરે તમારી પસંદ અનુસાર ઉમેરી શકો છો.

શેઈક બનાવાં માટેની જરૂરી સામગ્રી:

એક કપ કેરીના ટુકડા, 1 કપ દૂધ, 1/8 ટી સ્પુન એલચીનો પાઉડર, 1 સ્પુન ખાંડ, 2-3 પિસ્તાના નાના ટુકડા, અન્ય ડ્રાઈ ફ્રુટ્સ તમારી ઈચ્છા અનુસાર.

બનાવાની રીત:

કેરીના ટુકડાઓને મિક્સ કરો, તેમાં ખાંડ, અને 1/4 દૂધ મિક્ષ કરી ક્રશ કરો, ફરી તેમાં બાકી બચેલું 1/4 દૂધ, એલચી પાઉડર નાખીને ફરીથી ક્રશ કરો, બાદમાં તેને ગ્લાસમાં નિકાળો અને કાપેલા ડ્રાઈ ફ્રુટ્સ ઉપર મુકો, અન્ય આઈસક્રીમ, કે ડ્રાઈ ફ્રુટ્સ, માવો વગેરે પણ તમારી ઈચ્છા અનુસાર ઉમેરી શકો છો, સાથે જ તેને ઠંડું બનાવા માટે થોડા બરફના ટુકડા પાણ નાખો, લો બની ગયું તમારું ફેવરીટ મિલ્ક મૈંગો શેઈક.

આ રીતે બનાવો મજેદાર ઠંડાઈ દિલ ખુશ થઇ જશે….વાંચો રેસીપી ક્લિક કરીને

બદામની ઠંડાઈ પીવાની મજા જ કઇક અલગ હોય છે, અને ઠંડાઈ સ્વાદિષ્ટ બને, તેના માટે તેની સાચી રેસીપી ની પણ જાણ હોવી જરૂરી છે. આજે અમે તમારા માટે ખાસ ઠંડાઈની રેસીપી લઈને આવ્યા છે, જે તમારા તહેવારને વધુ ઉત્સાહિત બનાવી દેશે.

ઠંડાઈ માટેની સામગ્રી:

ઉકાળીને ઠંડુ કરેલું દૂધ, 1/4 કપ પાઉડર શુગર, કેસર, ગુલાબજળ, 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ, 1/4 કપ પીસ્તા, 2 મોટી ચમચી ખસ-ખસ, 2 મોટી ચમચી સૌફ, 2 મોટી ચમચી તરબૂચ ના બીજ, અ ચમચી એલચી, 20 કાળી મિર્ચ ક્રશ કરેલી, 3-4 ગુલાબની સુલાયેલી પાખડી.

ઠંડાઈ બનાવા માટેની રેસીપી:

મિલ્ક ને એક મોટા વાસણમાં નાખો અને તેના શુગર મિલાવીને ઠંડુ થવા માટે 2 કલાક ફ્રીજમાં મૂકી દો. તેમાં ઉપર જણાવેલા ડ્રાઈફ્રુટને પીસીને તેમે મિક્ષ કરો અને ફ્રીજમાં મુકો. કેસરના ધાગાઓને તવા પર હલકું શેકી લો. અને નાના બાઉલમાં હલકું ગરમપાની લઈને તેમાં કેસરના ધાગાને પલાળો. બાદમાં મિલ્ક ઠંડુ થયા બાદ તેમાં આ કેસર મિક્ષ કરી દો. થઇ ગઈ તમારી ઠંડાઈ તૈયાર….

Recipe Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.