ગુજરાતની અડધી ટીમને પેવિલિયન ભેગી કરનારા આ ઘાતક બોલરના પિતા લારીમાં વેચે છે ફ્રૂટ, ખુબ જ અનોખી છે સંઘર્ષની કહાની

ગુજરાત સામે 5 વિકેટ લઈને તરખાટ મચાવી દેનારા આ ફાસ્ટ બોલરના પિતા આજે પણ ચલાવે છે ચાર રસ્તા પર ફ્રૂટની દુકાન,હૃદયસ્પર્શી છે આ ફાસ્ટ બોલરની કહાની

IPLનો રોમાંચ ચરમ સીમાએ છે અને દરેક સીઝનની જેમ આ સીઝનમાં પણ યુવા ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. ઘણા યુવા ક્રિકેટર ઉભરીને આવ્યા છે, જેમને પોતાની શાનદાર બોલિંગ અને બેટિંગના કારણે દર્શકોનું દિલ જીતી લીધું છે, આ દરમિયાન ઘણા યુવા ક્રિકેટરની કહાની પણ સામે આવી રહી છે, જે ખુબ જ હૃદયસ્પર્શી છે.

ગઈકાલે ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ સામે એક રોમાંચક મુકાબલો યોજાયો હતો, જેમાં ગુજરાત ટાઇટન્સની જીત થઇ પરંતુ હૈદરાબાદના એક ખેલાડીએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આ ખેલાડી હતો હૈદરાબાદની ટીમનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક, જેને પોતાની ધાકડ બોલિંગ દ્વારા અડધી ટીમને પેવિલિયન ભેગી કરી નાખી.

મેચમાં ઉમરાનના ફાસ્ટ બોલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેની સ્પીડ સામે ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનો ઝૂકી જતા જોવા મળ્યા હતા. ઉમરાને આ મેચમાં બોલિંગ કરતા 25 રન આપી 5 વિકેટ લીધી હતી. ઉમરાન મલિક ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, તેને શરૂઆતની કેટલીક મેચોમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ તે પછી તે શાનદાર વાપસી કરવામાં સફળ રહ્યો. છેલ્લી ચાર મેચમાં તેના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે કુલ 12 વિકેટ ઝડપી છે.

કાશ્મીરના આ યુવા બોલરને ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય માનવામાં આવે છે અને આવનારા સમયમાં ઉમરાન ટીમ ઈન્ડિયા માટે જલવો વિખેરતો જોવા મળશે. કાશ્મીરનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક હાલમાં દુનિયાના સૌથી ખતરનાક ફાસ્ટ બોલરોમાંથી એક છે. ઉમરાન 150Kmph થી વધુ ઝડપે સતત બોલિંગ કરવાની કળા ધરાવે છે.

IPL 2022ની તેની 8 મેચોમાં આ ખેલાડીએ 15 વિકેટ લીધી છે અને હાલમાં તે પર્પલ કેપની યાદીમાં યુઝવેન્દ્ર ચહલ પછી બીજા ક્રમે છે. ઉમરાન જેવો બોલર વર્ષમાં એકવાર જોવા મળે છે અને ભારત પાસે આટલી ઝડપી ગતિએ બોલિંગ કરનારા બહુ ઓછા બોલરો છે.

આશ્ચર્યની વાત એ છે કે આ ખેલાડીને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી. પસંદગીકારોએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર જમ્મુ-કાશ્મીરના ખતરનાક બોલર ઉમરાન મલિકને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ઈન્ડિયા-એ ટીમમાં પસંદ કર્યો હતો. પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી.

IPLમાં આ બોલરને જોઈને મોટા બેટ્સમેન આશ્ચર્યચકિત થઈ ગયા છે. એ વાત એકદમ સાચી છે કે ટીમ ઈન્ડિયામાં પણ એવા ખતરનાક બોલર છે, જેની સામે બુમરાહ અને શમી પણ ફિક્કા લાગે છે. પરંતુ હજુ સુધી આ બોલરની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ નથી. પરંતુ આ બોલર આગામી દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં ડેબ્યૂ કરી શકે છે.

ઉમરાન મલિકના પિતા આજે પણ ફળોની દુકાન ચલાવે છે. ઉમરાનના પિતા અબ્દુલ રશીદે હાલમાં જ કહ્યું હતું કે તેમના પુત્રના શાનદાર પ્રદર્શનને જોયા બાદ બજારમાં લોકો તેને વધુ સન્માન આપવા લાગ્યા છે. ઉમરાનના પિતા તેમના પુત્રને ભારત માટે વર્લ્ડ કપ રમતા જોવા માંગે છે. ઉમરાનના પિતાએ જણાવ્યું કે તે બાળપણથી જ તેમના જૂથનો સૌથી ઝડપી બોલર હતો અને તે હંમેશા ઘાતક ઝડપી બોલર બનવા માંગતો હતો.

ઉમરાનને આ જગ્યાએ પહોંચાડવા પાછળ તેના પિતા અબ્દુલ રશીદે મહત્વની ભૂમિકા ભજવી છે. કારણ કે, મજૂરી કરીને પુત્રને ક્રિકેટર બનાવવો એ દરેક વ્યક્તિનું કામ નથી. ઉમરાન મલિકના પિતા અબ્દુલ રશીદ શહીદ ચોકમાં ફળ વેચવાનું કામ કરે છે. ઉમરાન મલિકે એટલી પ્રસિદ્ધિ મેળવી છે કે તે પોતાના પિતાને બેઠા બેઠા ખવડાવી શકે છે. પરંતુ તેના પિતા પણ એક દયાળુ વ્યક્તિ છે, જે પોતાનું કામ છોડવા માંગતા નથી.

ઉમરાન મલિકના પિતાએ કહ્યું કે, “હવે મારી દુકાન અબ્દુલ રશીદની દુકાનમાંથી ઉમરાનના પિતાની દુકાનમાં બદલાઈ ગઈ છે. આ દુકાનની મદદથી જ હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકતો હતો. હા, મારો પુત્ર આખા દેશમાં જાણીતું નામ બની ગયો છે પરંતુ તેનો અર્થ એ નથી કે હું કામ કરવાનું છોડી દઈશ.”

ઉમરાન મલિકનું IPLમાં આવવું કોઈ સપનાથી ઓછું નથી. જેને પોતાની ક્ષમતાના દમ પર ઓછા સમયમાં જ ઉંચાઈઓને સ્પર્શી હતી. ક્રિકેટની દુનિયામાં ટોચ પર પહોંચવામાં ખેલાડીઓની ઉંમર પસાર થાય છે. તે પછી પણ તે સફળતાની સીડી ચઢી શકતા નથી. પરંતુ ઉમરાન મલિકે કહ્યું. જો તમારામાં રમતગમતને લઈને જુનૂન છે, તો મંજિલ એક દિવસ ચોક્કસ તમારી નજીક હશે.

Niraj Patel