ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યુ કરવા જઈ રહેલા આ યુવા ક્રિકેટરે ફેંક્યો 163.7 કિલોમીટરની સ્પીડે બોલ ? સોશિયલ મીડિયામાં મચી ગયો તહેલકો, જુઓ

થોડા સમય પહેલા જ IPL પૂર્ણ થઇ, જેમાં ઘણા યુવા ક્રિકેટરોએ તરખાટ મચાવી દીધો અને પોતાની શ્રેષ્ઠ રમતના કારણે દર્શકોના જ નહિ સિલેક્ટરોના પણ દિલ જીતી લીધા, જેના કારણે કેટલાકની સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં પણ પસંદગી કરવામાં આવી. આજથી ભારત અને સાઉથ આફ્રિકા ટી-20 મેચની શ્રેણી શરૂ થઇ રહી છે.

ત્યારે આઇપીએલમાં પોતાની બોલિંગ અને સ્પીડથી દર્શકોનું દિલ જીતનારા યુવા ક્રિકેટર ઉમરાન મલિકની પણ આ શ્રેણી માટે પસંદગી થઇ છે. ત્યારે મેચ શરૂ થતા પણ પહેલા જ ઉમરાન મલિક ચર્ચામાં આવી ગયો છે. વિશ્વભરના બેટ્સમેનો માટે રેડ એલર્ટ બનીને ઉભરેલા ઉમરાન મલિક પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે 163.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો, જે શોએબ અખ્તરના વર્લ્ડ રેકોર્ડ કરતાં પણ વધુ ઝડપી છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ T20 માટે પ્રેક્ટિસ સેશન દરમિયાન આવું કર્યું હતું. જોકે, આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. IPLમાં પોતાના જબરદસ્ત પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મેળવનાર ઉમરાનની તસવીરો ટ્વિટર પર વાઈરલ થઈ રહી છે.

આ તસ્વીરમાં બોલિંગ મશીન પર 163.7 કિમી પ્રતિ કલાકની ઝડપ છપાઈ છે અને બીજી વાત એ પણ છે કે  જો ઉમરાન આ ઝડપે બોલને ફેંકે છે તો પણ તેનો આઈસીસીના સત્તાવાર રેકોર્ડ બુકમાં સમાવેશ કરવામાં આવશે નહીં કારણ કે તે પ્રેક્ટિસ સેશન છે, આંતરરાષ્ટ્રીય મેચ નથી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે. તેણે 2003માં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચમાં 161.3 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરી હતી. બીજી તરફ, ઉમરાને તાજેતરમાં IPL 2022ની મેચમાં 157 kphની ઝડપે બોલિંગ કરી હતી, જે IPLમાં ત્રીજી સૌથી ઝડપી બોલિંગ હતી.

Niraj Patel