ખબર જીવનશૈલી નારી વિશે પ્રેરણાત્મક

ગરીબી અને વિકલાંગતા છતાં હાર ના માની આ છોકરીએ, પહેલા પ્રયાસમાં જ બની ગઈ IAS

અનમોલ ઉમ્મુલ: ઝુપડપટ્ટીથી સિવિલ સર્વિસ પાસ કરવાનો સંઘર્ષ ભરેલો સફર

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સપના જોતો હોય છે, તેને પુરા કરવા માટે મહેનત પણ કરે છે, પરંતુ ઘણા લોકો સામે આવેલી મુશ્કેલીઓ અને ઘણીવાર પરિસ્થિતિઓના કારણે પોતાના સપનાઓ પૂર્ણ નથી કરી શકતા. પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે જે મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરીને પણ પોતાના સપના સુધી પહોંચે છે. એવી જ એક છોકરી છે ઉમ્મુલ ખૈર.

Image Source

ઉમ્મુલ બાળપણથી જ વિકલાંગતાનો શિકાર બની ગઈ. તે ખુબ જ ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પોતાની વિકલાંગતા અને ખરાબ પરિસ્થિતિઓ છતાં ઉમ્મુલે હાર ના માની અને સખત પરિશ્રમ અને મહેતથી તેને પ્રથમ પ્રયાસે જ આઈએએસ બનવાનું સપનું પૂર્ણ કર્યું. ઉમ્મુલ બાળપણથી જ અજૈલે બોન ડિસઓર્ડર નામની બીમારીથી પીડિત છે. આ બીમારીના કારણે હાડકા કમજોર થઈ જાય છે અને માણસ સારી રીતે હરિ ફરી શકતો નથી. હાડકા કમજોર હોવાના કારણે જયારે પણ બાળક પડે છે ત્યારે તેના હાડકા તૂટી જાય છે. જેના કારણે માત્ર 28 વર્ષની ઉંમરમાં ઉમ્મુલના હાડકા પણ 15 વાર પડી જવાના કારણે તૂટી ગયા હતા.

Image Source

ઉમ્મુલનો પરિવાર બાળપણથી જ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો હતો, તેના પિતા રોડની બાજુમાં બેસીને મગફળી વેંચતા હતા. આ લોકો દિલ્હીના નિઝામુદ્દીનની ઝૂંપડપટ્ટીમાં રહીને પોતાનું જીવન વિતાવતા હતા. પરંતુ 2001માં ઝુપડપટ્ટી હટાવવાના કારણે તે લોકો ત્રિલોકપુરીમાં આવીને વસી ગયા.

અહીંયા આવીને તેમને હજુ પોતાના નવા જીવનની શરૂઆત જ કરી હતી ત્યાં જ ઉમ્મુલની માતાનું અવસાન થઇ ગયું અને તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા. ઉમ્મુલનો તેની સાવકી માતા સાથે વ્યવહાર સારો નહોતો. તેની સાવકી મા વાત વાત ઉપર તેને ધુત્કારતી હતી. આખો પરિવાર ઉમ્મુલના અભ્યાસ વિરુદ્ધ હતો. તે લોકો કહેતા હતા કે “ભણીને શું કરવાની છું.”

Image Source

સમય જતા ઉમ્મુલનું ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. પણ તેને હાર ના માની અને ભાડાનું ઘર લઈને રહેવાનું શરૂ કર્યું. પોતાની આર્થિક મુશ્કેલીઓના કારણે તેને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ મુશ્કેલીઓને પહોંચી વળવા માટે તેને બાળકોને ટ્યુશન આપીને પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું. પોતાની તકલીફો વિશે જણાવતા ઉમ્મુલ કહે છે કે: “હું ખુબ જ મુશ્કેલીથી 100-200 રૂપિયા કમાઈ શકતી હતી. પરંતુ ત્યારે જ મને ખબર પડી કે આઈએએસ એક ખુબ જ કઠિન પરીક્ષા હોય છે, મને લાગ્યું કે આ મારી સમસ્યાનું નિદાન બની શકે છે. અને મેં નક્કી કરી લીધું કે મારે આઈએએસ જ બનવું છે.”

Image Source

ઉમ્મુલે પોતાના પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ દિવ્યાંગ સ્કૂલમાં રહીને કર્યો ત્યારબાદ ટ્રસ્ટની મદદથી તેને પોતાનો આઠમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. આઠમા ધોરણમાં તેને એક સ્કોલરશીપ પાસ કરી જેનાથી તેને થોડી રકમ મળી. આ રકમની મદદથી તેને એક પ્રાઇવેટ સ્કૂલમાં પોતાનું એડમિશન કરાવ્યું અને ત્યાં મેટ્રિકની પરીક્ષામાં 90% લઇ આવી. ત્યારબાદ તેને દિલ્હી યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએશન કર્યું, સાથે જ બાળકોને ટ્યુશન પણ કરાવ્યું.

ઉમ્મુલે દિલ્હીના જેએનયુમાં પોતાના માસ્ટર અને એમફીલ પણ પૂર્ણ કર્યું સાથે જે તેને યુપીએસસીની પણ તૈયારી ચાલુ રાખી. પોતાની અઢળક મુશ્કેલીઓ છતાં પણ પુરી મહેનતથી ઉમ્મુલે પહિલીવારમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 420મી રેન્ક હાંસલ કરી.

Image Source

તે જણાવે છે કે હવે તેને પોતાના પરિવાર સાથે હોઈ ફરિયાદ નથી. અને જરૂરરયાત પડતા હું તેમની દેખરેખ રાખવા માટે પણ તત્પર છું. આ રીતે પોતાની મુશ્કેલીઓ સામે લડીને આગળ નીકળનારી ઉમ્મુલ આજે હજારો લોકો માટે પ્રેરણારૂપ બની ગઈ છે.