અજબગજબ ખેલ જગત

કોઈ મોડેલથી કમ નથી બાંગ્લાદેશના સૌથી મોટા ક્રિકેટરની પત્ની, હોટેલમાં મળ્યા પછી…

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસન પર આઈ.સી.સી.એ મેચ ફિક્સિંગનો આરોપ લગાડી તેની પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે આઈસીસી દ્વારા તેની પર 2 વર્ષનો બેન લગાડવામાં આવ્યો છે. એક બુકીએ મેચ ફિક્સિંગ માટે શાકીબનો સંપર્ક કર્યો હતો પરંતુ શાકિબે તેની જાણકારી આઇસીસીને ના અપાતા તેની પર આ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

એક તરફ બધી બાજુથી હેરાન શાકિબને તેની પત્ની ઉમ્મી અહમદ શિશિરનો સાથે દેતી નજરે ચડે છે. ખરાબ સમયમાં તેની પત્નીનો સહારો મળ્યો છે. શિશિરે ફેસબુક એકાઉન્ટ પર શાકિબ માટે એક પોસ્ટ લખી છે.

શાકિબની પત્ની ખુબસુરતીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે શિશિરની ફેન ફોલોઇંગ ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ છે. શિશિર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. શિશિર તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. શિશિરનું ફિગર કોઈ મોડેલથી કમ નથી. શિશિર અને શકિબની પ્રેમ કહાનીની શરૂઆત 2010માં થઇ હતી.

બંને કોઈ હોટેલમાં મળ્યા હતા. આ બાદ બંને નજીક આવવા લાગ્યા હતા. આ બાદ બંનેની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. વર્ષ 2010માં શાકિબ અલગ હસન કાઉન્ટી ક્રિકેટમાં રમનારો પહેલો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. આ દરમિયાન શિશિર તેના ભણતર માટે ઇંગ્લેન્ડ ગઈ હતી. આ બાદ બંનેની હોટેલમાં મુલાકાત થતા બંનેના પ્રેમની શરૂઆત થઇ હતી.

આ બાદ શાકિબ અને શિશિરે એકબીજાને મળવાનું શરૂ કર્યું હતું. સમય વીતવાની સાથે-સાથે બંનેનો પ્રેમ પ મજબૂત થઇ ગયો હતો બંનેએ 12 ડિસેમ્બર 2012ના રોજ એક થવાનો ફેંસલો લીધો હતો. શિશિરે અમેરિકાના મિનેસોટામાંથી ભણતર પૂરું કર્યું હતું. શિશિર જયારે 10 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અમેરિકા શિફ્ટ થઇ ગયા હતા.8 નવેમ્બરે 2015માં તેના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જેનું નામ અલાયના હસન ઉંબરે રાખવામાં આવ્યું છે. મીરપુર સ્થિત નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ગેલેરીમાં 15 જૂનમાં ભારત વિરુદ્ધના મેચમાં શાકીબની પત્ની ઉમ્મી અહમદ શિશિર સાથે યૌન ઉત્પીડન થયું હતું. જેવી આ ખબર પડી તુરંત જ શાકિબ સિક્યુરિટી સ્ટાફ સાથે ગેલેરીમાં પહોંચ્યો હતો. જ્યાં તેની પત્ની સાથે આવી હરકત કરનારા રહમાન નામના બિઝનેસમેનને મારમાર્યો હતો. આ બાદ રહેમનની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. વિદેશમાં પરવરીશ હોવાને કારણે શિશિર ઘણી બિન્દાસ અને ખુલ્લા વિચારોવાળી છે. શિશિરનો આ અંદાજ અને રહેણી-કરણી બિલકુલ મોડેલ જેવી છે. તેને પાર્ટીઓનો બહુ જ શોખ છે. ષિશ્ર ચાર ભાઈઓ અને 2 બહેનોમાં નાની છે.

જણાવી દઈએ કે શાકિબ ઈંગ્લેન્ડમાં થયેલી આઈસીસી વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટરમાં ત્રીજા નંબર પર છે. શાકિબે 8 મેચમાં 606 રન બનાવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.