પોલિસ કોન્સ્ટેબલે તમામ હદ વટાવી: મહિલાની તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી હોટલમાં લઇ ને વારંવાર આચર્યુ..

વિકૃતિની તમામ હદ પાર: કોન્સ્ટેબલ નરેશ કાપડિયાએ મહિલાને માસ્ક વગર પકડાતા મેમોની ધમકી આપી, અશ્લીલ ફોટા બતાવી હોટલમાં…

સુરત : ઘણીવાર અનેક જગ્યાએ દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે, કોઇ વ્યક્તિ સગીરા સાથે તો કોઇ યુવતિ કે મહિલા સાથે દુષ્કર્મ કરવાના કિસ્સા અવાર નવાર સામે આવે છે, હાલ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉમરપાડા પોલિસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામા આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

વર્ષ 2020માં પલસાણા પોલિસ સ્ટેશનમાં ફરજ દરમિયાન માસ્ક ન પહેરાવાને લઇને 33 વર્ષિય મહિલા સાથે કોન્સ્ટેબલનો સંપર્ક થયો હતો અને તેને કારમાં લઇ જઇ બેભાન કરી બળાત્કાર કરવામાં આવ્યો હતો. કોન્સ્ટેબલ તે મહિલાને બ્લેકમેઇલ કરતો હતો તેણે મહિલાની અશ્લીલ તસવીરો મોબાઇલમાં ક્લિક કરી હતી અને તેના દ્વારા તેને બ્લેકમેઇલિંગ કરી તેને અવારનવાર ભૂતપોર ફાર્મહાઉસ અને પલસાણાની કાઠિયાવાડી હોટલમાં લઇ જતો અને દુષ્કર્મ આચરતો હતો.

ઘટનાની વિગત અનુસાર વર્ષ 2020માં મહિલા તેની સોસાયટીમાંથી બહાર દૂધ લેવા માટે નીકળી હતી અને આ દરમિયાન તેણે માસ્ક પહેરેલુ ન હતુ અને ત્યારે કોન્સ્ટેબલ નરેશ કાપડિયાએ મહિલાને અટકાવી અને કહ્યુ કે, દંડ ભરવો પડશે અને પાલિસ સ્ટેશનમાં આવવુ પડશે તેમ કહી મહિલાને ગાડીમાં બેસાડી અને નવસારી રોડ પર લઇ ગયો હતો અને ત્યાં મહિલાને બેભાન કરી તે બાદ તેની સાથે સંબંધ બાંધ્યા હતા.

મહિલાની અશ્લીલ તસવીરો નરેશ કાપડિયા દ્વારા તેના મોબાઇલમાં ક્લિક કરવામાં આવી અને તે બાદ રાત્રે 11 વાગ્યાને સુમારે તે મહિલાને સોસાયટી પાસે ઉતારી દેવામા આવી, તે બાદ તે બીજા દિવસે મહિલાના ઘરે પહોંચ્યો અને તસવીરો બતાવી કહ્યુ કે, તે કોઇને પણ વાત કરશે તો તે આ તસવીરો વાયરલ કરી દેશે. તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને તેને ખોટા કેસમાં ફસાવવાનું પણ કહ્યુ.

મહિલા સાથે  સંબંધ બાંધવા દરમિયાન મહિલા ગર્ભવતી પણ થઇ અને તેની નરેશને જાણ થતા તેણે ગર્ભપાત પણ કરાવ્યો હતો. છેલ્લા એક વર્ષથી નરેશ આ મહિલાને ત્રાસ આપતો હતો અને તેને કારણે કંટાળીને મહિલાએ આખરે પલસાણા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલિસે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ કોન્સ્ટેબલની પત્નીએ પીડિત મહિલા અને તેના પતિ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંંધાવી છે અને આક્ષેપ કર્યો છે કે મહિલા તેના પતિને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતી હતી અને આ વાતને લઇને મહિલાનો અનેક વખત કોન્સ્ટેબલ સાથે ઝઘડો પણ થયો છે.

Shah Jina