“બલમ પિચકારી” ગીત ઉપર આ એરહોસ્ટેસે પ્લેનમાં લગાવી દીધી આગ, કર્યો એવો ધાંસુ ડાન્સ કે તમે પણ જોતા જ રહી જશો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર ડાન્સિંગ વીડિયો ખુબ જ ટ્રેન્ડ કરતા હોય છે. બોલીવુડની ફિલ્મો અને ઘણા એવા પૉપ ગીતો છે જેના ઉપર લોકો પોતાના ડાન્સ વીડિયો બનાવતા હોય છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની સાથે જ તે વાયરલ પણ થઇ જતા હોય છે. છેલ્લા ઘણા સમયથી એક એરહોસ્ટેસ પણ તેના ડાન્સિંગ વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે.

આ એરહોસ્ટેસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેના ડાન્સ વીડિયોથી ભર્યું પડ્યું છે, તે અવાર નવાર ટ્રેન્ડિગ અને લોકપ્રિય ગીતો ઉપર ડાન્સ વીડિયો બનાવતી હોય છે, ત્યારે હવે તેનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે “બલમ પિચકારી” ગીત ઉપર શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના આ ડાન્સ વીડિયોને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ડાન્સ વીડિયોમાં જોવા મળી રહેલી આ એરહોસ્ટેસનું નામ ઉમા મીનાક્ષી છે. તે તેના ડાન્સ વીડિયોને લઈને સતત ચર્ચામાં રહેતી હોય છે. હોળીના તહેવાર ઉપર પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર તેનો એક ડાન્સ વીડિયો અપલોડ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by UMA MEENAKSHI (@yamtha.uma)

ઉમાએ હોળીના અવસર ઉપર ફલાઇટમાં જ “બલમ પિચકારી” ગીત ઉપર ડાન્સ કરીને વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોની અંદર ઉમા પહેલા એર હોસ્ટેસના ડ્રેસમાં નજર આવી રહી છે. જેના બાદ તરત જ સલવાર સૂટ પહેરીને નજર આવી રહી છે. ઉમાનો આ અંદાજ સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો કોમેન્ટ કરીને અને તેના ડાન્સની પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel