પૂર્વ CM NTRની સૌથી નાની દીકરીએ કરી આત્મહત્યા, ફાંસીના ફંદે લટકતી મળી લાશ, કારણ જાણીને દુઃખ થશે

તેલુગુ દેશમ પાર્ટીના સંસ્થાપક નંદમુરી તારક રામા રાવ (એનટીઆર)ની સૌથી નાની દીકરી કંથામનેની ઉમા માહેશ્વરીએ હૈદરાબાદના જુબલી હિલ્સમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. તે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂની ભાભી પણ હતી. પોલિસ અનુસાર રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યા આસપાસ પરિવારે તેની લાશને રૂમમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળી. દરવાજો અંદરથી બંધ હતો. શરૂઆતી તપાસમાં એ સામે આવ્યુ છે કે તે ખરાબ સ્વાસ્થ્યને કારણે ડિપ્રેશનમાં હતી.

હાલ તો પોલિસે કેસ દાખલ કરી તેની લાશ પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલ મોકલી છે. એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, જ્યારે ઉમા મહેશ્વરીએ પુત્રી, જમાઈ અને અન્ય લોકોને કોઈ જવાબ ન આપ્યો ત્યારે તેઓએ અંદરથી બંધ રૂમનો દરવાજો તોડી નાખ્યો. અધિકારીએ જણાવ્યું કે તેમને માહેશ્વરીનો મૃતદેહ ફાંસીથી લટકતો જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસને ટાંકીને અધિકારીએ જણાવ્યું હતું કે ડિપ્રેશનને કારણે તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.

પોલીસે જણાવ્યું કે CrPCની કલમ 174 (આત્મહત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ટીડીપીના સ્થાપક એનટીઆરની 4 પુત્રીઓમાં તે સૌથી નાની હતી. હાલ પોલીસની વધુ તપાસ ચાલુ છે. ઉમા માહેશ્વરી એનટી રામારાવની ચોથી પુત્રી હતી. એનટી રામારાવે તેમની કારકિર્દીમાં કલાકાર, દિગ્દર્શક અને નિર્માતા તરીકે કામ કર્યું હતું. આ પછી તેમણે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. તેમણે TDP (તેલુગુ દેશમ પાર્ટી)ની સ્થાપના કરી. તેઓ આંધ્રપ્રદેશના સીએમ પણ રહી ચૂક્યા છે.

Shah Jina