યુક્રેનની મહિલાએ રશિયન ટેન્કમાં જઈને કર્યું એવું ખતરનાક કામ કે તમારી આંખો ઉપર પણ વિશ્વાસ કરવો બની જશે મુશ્કેલ, જુઓ વીડિયો

રશિયન સેના દ્વારા યુક્રેનના અનેક શહેરો પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. રશિયન દળો યુક્રેનની રાજધાની કિવની નજીક પહોંચી ગયા છે, અને રશિયન ટેન્કો અને અન્ય લશ્કરી વાહનો 40 માઇલના કાફલામાં મુસાફરી કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના વીડિયો જોવા મળી રહ્યા છે.

યુક્રેનના નાગરિકો પણ આ યુદ્ધમાં જોડાઈ રહ્યા છે. કેટલાક નાગરિકો એવા પણ છે જેઓ ખાલી રશિયન સૈન્ય ટેન્કમાં પ્રવેશ્યા બાદ તેને ચલાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ એવો વીડિયો બનાવ્યો છે, જેના પર તમે વિશ્વાસ કરી શકશો નહીં.

એક મહિલાએ ટિકટોક પર વિડિયો મૂકીને દાવો કર્યો છે કે તે એક ખાલી રશિયન સૈન્ય ટેન્કમાં પ્રવેશી અને પછી તેને ચલાવતા શીખી ગઈ. એટલું જ નહીં, તેણે એક વીડિયો બનાવ્યો અને પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે તે એક મિલિટ્રી ટેન્કમાં પ્રવેશે છે અને પોતાની ભાષામાં ટેન્ક શરૂ કરવા, ગિયર બદલવા અને તેને ચલાવવા વિશે કહી રહી છે.

માત્ર થોડી સેકન્ડનો આ વીડિયો @PSFAERO હેન્ડલ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતું. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ  વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને ખુબ જ ફોરવર્ડ પણ કરી રહ્યા છે. સાથે જ આ મહિલાની બહાદુરીની પણ પ્રસંશા કરી રહ્યા છે.

રશિયા દાવર યુક્રેન ઉપર હુમલો કર્યા બાદ ઘણા ભયાનક તસવીરો પણ સામે આવી છે, તો આ યુદ્ધને લઈને ઘણા વીડિયો પણ વાયરલ થયા છે. ઘણા વીડિયોની અંદર કોઈ પોતાની આપવીતી જણાવી રહ્યું છે તો કોઈ આંસુઓ સરતું જોવા મળે છે. યુક્રેનમાં ફસાયેલા વિવિધ દેશના લોકો પણ ત્યાંથી બહાર નીકળવા માટે પોતાની સરકારને વિનંતી કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel