ખબર

યુક્રેનમાં રહેતો આ વ્યક્તિ જંગલમાં ફરવા માટે ગયો અને એવી વસ્તુ લાગી હાથ કે બની ગયો અરબોપતિ, સમગ્ર મામલો જાણીને હેરાન રહી જશો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની એક એક ખબર ઉપર આખી દુનિયાની નજર રહેલી છે. ત્યારે આ દરમિયાન સોશિયલ ઉપર વાયરલ થઇ રહેલી તસવીરો અને વીડિયો પણ લોકો ધ્યાનથી જોતા હોય છે.હાલમાં જ એક એવી તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં જંગલમાં ગયેલો એક વ્યક્તિ અરબોપતિ બનીને પાછો આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર (Twitter)

થોડા દિવસ પહેલા જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે યુક્રેનનો એક ખેડૂત રશિયન ટેન્કને પોતાના ટ્રેકટર સાથે બાંધીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે હાલ એવી જ એક અન્ય ઘટના બની છે, જેમાં યુક્રેનના એક ખેડૂતને જંગલમાં ફરવા જતા સમયે જ એવી વસ્તુ હાથ લાગી કે તે અરબોપતિ બની ગયો.

(પ્રતીકાત્મક તસવીર)

મીડિયા રિપોર્ટ અનુસાર એક ખેડૂત જે યુદ્ધ દરમિયાન જંગલમાં ફરવા માટે ગયો હતો, પરંતુ જયારે તે પાછો આવ્યો ત્યારે તે અરબો રૂપિયાની યુદ્ધપોત સાથે આવ્યો. આ ટેન્કરથી મિસાઈલ છોડી શકાય છે. આ વ્યક્તિ હવે આ ટેન્કરને પોતાની કહી રહ્યો છું અને તેને પોતાના ઘરની બહાર જ પાર્ક પણ કરી દીધી છે.

રશિયા અન યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અંદર મોટાપાયે નુકશાન પણ થઇ રહ્યું છે, યુક્રેનના ઘણા લોકો મૃત્યુ પામ્યા છે તો રશિયન સૈનિકો પણ મોતને ભેટી રહ્યા છે. રશિયાના સૈન્ય વાહનો અને ટેન્ક પણ ચોરાઈ રહ્યા છે. ત્યારે હવે જંગલમાંથી ટેન્કને પોતાના ઘરે લઇ આવેલા આ વ્યક્તિ પણ હવે આ ટેન્કનો માલિક બની ગયો છે. આ મીડિયા રિપોર્ટ અનુસાર આ યુદ્ધપોતની કિંમત 15 અરબ રૂપિયા છે.

આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી એક ટ્વીટથી સામે આવી છે. ટ્વીટર ઉપર ઓરિક્સ નામના એક પેજ પર આ ખેડૂત વિશે જણાવવામાં વ્યુ છે. ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિનું નામ આઇગોર છે અને તે રોજ સવારે જંગલમાં ફરવા માટે જાય છે. આજે સવારે પણ તે ફરીને બહાર આવ્યો ત્યારે તેની સાથે રશિયન આર્મીની 9k330 Tor SAM હતું. આ મિલેટ્રી ટેન્ક તેને જંગલમાં લાવારિસ મળી હતી અને હવે આઇગોર 15 અરબના આ યુદ્ધપોતનો માલિક બની ગયો છે. અભિનંદન ઇગોર.