રશિયાના હુમલાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું યુક્રેન, સામાન્ય લોકોનો ગુસ્સો ફૂટ્યો, ટેન્ક સામે જ ઘૂંટણિયે બેસી ગયો, જુઓ વીડિયો

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનના લોકોની ભાવના દર્શાવતી કેટલીક તસવીરો અને વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ રશિયન ટેન્કની ટુકડીની સામે ઊભેલો જોવા મળે છે. આ ઘટનાની તુલના બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર પર સામે આવેલી તસવીર સાથે કરવામાં આવી રહી છે.

બેઇજિંગમાં 1989ના વિરોધ પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિ ચીનની ટેન્કની સામે ઉભો હતો. આ તસવીર લોકોના મગજમાં હજુ પણ તાજી છે. તે જ સમયે, યુક્રેનિયન વ્યક્તિનો વીડિયો જોઈ શકાય છે કે તે વિરોધ કરતી વખતે ઘૂંટણિયે પડી જાય છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્થાનિક લોકો તેમના વિસ્તારમાં રશિયન ટેન્કમાં પ્રવેશતા જોઈ શકાય છે.

આ દરમિયાન એક વ્યક્તિ ટેન્ક તરફ આગળ વધે છે અને સૈનિકોને ગાળો આપવા લાગે છે. તે જ સમયે એક વ્યક્તિ ટેન્કની સામે ઉભો રહે છે અને તેને આગળ વધવાથી રોકવા લાગે છે. જ્યારે ટેન્ક તેની તાકાત સાથે આગળ વધે છે, ત્યારે વ્યક્તિ તેના ઘૂંટણ પર નીચે આવે છે. બીજી બાજુ, તે વ્યક્તિની આસપાસ ઉભેલા લોકો તેની સુરક્ષા વિશે ચિંતિત થઈ જાય છે અને તેને તરત જ દૂર ખેંચવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે વ્યક્તિ ત્યાંથી ખસતો નથી અને ટેન્કની સામે જ ઊભો રહે છે.

આ ઘટનાએ તિયાનમેન સ્ક્વેરની ઘટનાને તાજી કરી છે. જૂન 1989 માં ટેન્ક મેન તરીકે ઓળખાતા એક વ્યક્તિએ ચીની સેનાની ટેન્ક સામે ઉભા રહીને અહિંસક વિરોધ દર્શાવ્યો હતો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશથી રશિયન સૈનિકો હવે યુક્રેનના મોટા શહેરોમાં ઘૂસીને તેમને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનના લોકો તરફથી પણ પ્રતિકાર જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ લોકોએ રશિયન સૈનિકોની સામે આવીને તેમને પાછા ફરવાનું કહ્યું છે. આ ઘટનાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અગાઉ યુદ્ધ દરમિયાન રશિયાના ઝેડ આર્મર વાહનોને રોકવાનો પ્રયાસ કરી રહેલા અન્ય યુક્રેનિયન નાગરિકની તસવીર સામે આવી હતી. એક બહાદુર યુક્રેનિયન સૈનિકે તાજેતરમાં એક પુલને નષ્ટ કરવા માટે પોતાની જાતને ઉડાવી દીધી હતી. રશિયન સૈન્યને કિવ તરફ આગળ વધતા અટકાવવા માટે તે પુલને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ukraine UA (@ukraine.ua)

યુક્રેનિયન સશસ્ત્ર દળોએ પુષ્ટિ કરી હતી કે ખેરસન પ્રદેશમાં હેનિચેસ્ક પુલ પર રશિયન ટેન્કોને અટકાવવાનો પ્રયાસ કરતી વખતે વિટાલી સ્કાકુન વોલોડીમિરોવિચનું મૃત્યુ થયું હતું. અગાઉ યુક્રેનના 13 સૈનિકોએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. રશિયાના એક યુદ્ધ જહાજએ એક ટાપુ પર સૈનિકોને ઘેરીને આવું કરવાનું કહ્યું હતું. પરંતુ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરતાં તેમની હત્યા કરવામાં આવી હતી.

Niraj Patel