રૂસની મિસાઇલ સિસ્ટમ સાથે યુક્રેનના ખેડૂતોએ કર્યુ એવું કે…જોતા જ રહી ગયા સૈનિકો અને ઊભી પૂંછડીએ ભાગ્યા- જુઓ વીડિયો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે આઠ દિવસ થઇ ગયા છે. આ દરમિયાન બંને દેશો દ્વારા અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે અને યુદ્ધ સાથે જોડાયેલા તમામ વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. હવે આ વીડિયોમાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે તે તો ત્યાં હાજર લોકો જ કહી શકે છે, પરંતુ આ ચોંકાવનારો વીડિયો એકવાર તો જોવો જ જોઇએ. વીડિયોમાં રશિયન મિસાઈલ સિસ્ટમ દેખાઈ રહી છે, જેને યુક્રેનના ખેડૂતોએ આગ લગાવી છે. ટાંકીમાંથી નીકળી રહેલી જ્વાળાઓ કહી રહી છે કે લાખો ડોલરના ખર્ચે બનેલી આ મિસાઈલ સિસ્ટમ હવે કોઈ કામની નથી.

રશિયા સામેની લડાઈમાં યુક્રેનના નાગરિકો પણ જોડાયા છે અને તેઓ પોતાની બહાદુરી બતાવવા માટે અલગ-અલગ પ્રકારના વીડિયો શેર કરી રહ્યા છે. ડેઈલી સ્ટારના રીપોર્ટ અનુસાર, યુક્રેનિયન નાગરિકોનો દાવો છે કે રશિયન સૈનિકો તેમની જમીન પરથી ભાગી રહ્યા છે અને તેઓએ આ ટેન્ક છોડી દીધી છે. આ વિડિયો દક્ષિણ યુક્રેનના બાશ્તંકા શહેરનો જણાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વીડિયો 1 માર્ચનો છે, જેમાં ખેડૂત ટાંકીને આગ લગાવતો જોવા મળી રહ્યો છે.

આ વિડિયો ડીનીપ્રો શહેરના મેયર બોરિસ ફિલાટોવ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં સળગતી ટાંકી પેન્ટસિર-સી મિસાઈલ સિસ્ટમ દ્વારા બાળી નાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે., તેની કિંમત US$15 મિલિયન હતી. પેન્ટસિર-સી મિસાઇલ સિસ્ટમ મધ્યમ રેન્જની મિસાઇલ અને એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમથી સજ્જ છે, જે રશિયાના KBP ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન બ્યુરો દ્વારા બનાવવામાં આવી છે.

આ સિસ્ટમ જમીનથી હવામાં પ્રહાર કરી શકે છે અને યુદ્ધ વિમાનો સામે સંરક્ષણના હેતુ માટે બનાવવામાં આવી છે. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને યુક્રેનના લોકોને પ્રોત્સાહિત પણ કર્યા છે. એક અન્ય રીપોર્ટ અનુસાર, યુક્રેનના ખેડૂતોએ રૂસના લગભગ 1.61 કરોડના ડોરની મિસાઇલ સિસ્ટમને પોતાના ખેતરમાં બાળી દીધી. ખેડૂતોએ પહેલા મિસાઇલ સિસ્ટમપર કબ્જો કર્યો અને પછી ખેતમાં લઇ જઇ તેમાં આગ લગાવી દીધી. જો કે, આ વીડિયો સાચો છે કે ખોટો તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.

Shah Jina