યુક્રેન પોલીસે ભારતીય વિધાર્થીઓ લાતો વાળી કરી, વીડિયો જોઈને ફફડી ઉઠશો…બિચારા માં-બાપની શું હાલત થતી હશે?

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં સ્થિતિ બગડી રહી છે ત્યાં ફસાયેલા છે ભારતના વિદ્યાર્થીઓ છે તેમની સાથે યુક્રેનની પોલિસે અત્યાચાર કર્યો છે જેની ખબર સામે આવી છે. રોમાનિયા પોલેન્ડ બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓને ઘણો માર મારવામાં આવ્યો હતો. તેમના પર લાઠી અને દંડાનો એ માટે વરસાદ વરસાવવામાં આવ્યો કારણ કે તેઓએ વિરોધ કર્યો હતો. યુક્રેનમાં ફસાયેલા એક પંજાબના વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડ પર યુક્રેનની પોલિસની આ બર્બરતાનો વીડિયો અને ઓડિયો શેર કર્યો હતો. જે બાદ આ મામલો સામે આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ હતુ કે પોલિસ કેવો અત્યાચાર ગુજારી રહી છે અને વિદ્યાર્થીઓને માર મારી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ કર્મચારીઓ દ્વારા બેગ લઈને જઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાતો અને લાકડીઓથી માર મારવામાં આવી રહ્યો હતો. પંજાબના કપૂરથલાના રહેવાસી વિદ્યાર્થી યુક્રેનની સુમી સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણે પોતાના ઓડિયોમાં આ મામલે જાણકારી આપી. છત્તીસગઢના જાંજગીર જિલ્લાના વિદ્યાર્થી ભૂપેન્દ્ર સિંહ રાઠોડે પણ પોલેન્ડ સરહદ પર પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યા તેનો વીડિયો બનાવીને પિતા દીપક સિંહ રાઠોડને મોકલ્યો છે. વીડિયોમાં ભૂપેન્દ્રએ કહ્યું કે અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરવામાં આવી રહી છે.

રાણીપ ખાતે રહેતા વિદ્યાર્થીના પિતાએ સંદેશ’ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાયરોડ બોર્ડર ખાતે વિદ્યાર્થીઓને લઈ જવાયા હતા. જોકે આ વિદ્યાર્થીઓને 8-10 કિલોમીટર દૂર બસમાંથી ઉતારી દેવાયા અને તેઓને નાછુટકે સામાન સાથે ચાલતાં ચાલતાં જવું પડયું. દીકરા સાથે થયેલી વાતચીતના આધારે પિતાએ રવિવારના રોજ સાંજે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર અને તેની સાથેના વિદ્યાર્થીઓ છેલ્લા 24 કલાકથી બોર્ડર પર છે, રોમાનિયા જવા માટે એન્ટ્રી મળી નથી અને તેઓ ખાધા પીધા વગરના છે તેમજ વિદ્યાર્થીઓની હાલત ખૂબ કફોડી બની રહી છે, ભારે ભીડના કારણે ગેટ નજીક પણ જવા દેવાતા નથી, નજીક જાય તો આર્મી દ્વારા ભગાડી દવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે તેના સાથી વિદ્યાર્થીઓની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ છે, ધક્કામુક્કીના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે. શનિવારના રોજ 5 બસો રોમાનિયા જવા રવાના થઈ હતી. તે બાદ રવિવારે કોઈને એન્ટ્રી અપાઈ ન હતી. વાલીનું કહેવું છે કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહી સલામત પરત આવે તે માટે ત્યાંનું મેનેજમેન્ટ બરોબર નથી. એમ્બેસી કે યુનિવર્સિટી તરફથી કોઈ સપોર્ટ પણ મળી રહ્યો નથી.


વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા છે અને ખાણી પીણીની સવલતનો પણ અભાવ છે. તેઓ થાકના કારણે માનસિક રીતે હતાશ થઈ ગયા છે. વાલીઓની માગ છે કે, ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત રીતે પરત ફરે તે માટે સરકારે જલ્દી પગલુ ભરવું જોઈએ.

Shah Jina