અલવરના અરુણ સાથે લગ્ન કરવા યુક્રેનથી ચાલી આવી કેટરીના, ગોળીબારી વચ્ચે થયો હતો પ્રેમ, વિદેશી મહેમાનોએ દેશી સોન્ગ પર ડાન્સ કર્યો- જુઓ તસવીરો
હાલ દેશમાં ઘણા લોકો ધૂમધામથી લગ્ન કરી રહ્યા છે અને લગ્ન દરમિયાન ઘણા લોકોની પ્રેમ કહાનીઓ પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે. ઘણા લગ્ન એવા પણ જોવા મળે છે જેમાં સાત સમુદ્ર પારથી કોઈ વરરાજા જાન લઈને આવી રહ્યા છે તો કોઈ કન્યા ભારતીય યુવક સાથે લગ્ન કરવા માટે આવી રહી છે. ત્યારે હાલ એક ખાસ લગ્નની કહાની પણ સોશિયલ મીડિયામાં છવાયેલી છે.
રાજસ્થાનમાં આવેલા અલવરના અરુણ શર્મા અને યુક્રેનની કેટરીના કાત્યા કોરોના રોગચાળા દરમિયાન મળ્યા હતા. પછી વાતચીત અને બેઠકોનો સિલસિલો ચાલ્યો. રશિયા-યુક્રેન યુદ્ધમાં બંનેએ એકબીજાને દિલ આપી દીધું હતું. યુવતી 4500 કિમી દૂર યુક્રેનથી અલવર આવી હતી. ત્યારે હવે આ યુવતિએ અલવરના અરુણ સાથે 7 ફેબ્રુઆરી 2022ના રોજ લગ્ન થયા. તેમના લગ્નમાં ભારત અને યુક્રેન ઉપરાંત ઈન્ડોનેશિયા, ઈરાન, જર્મની, ઈજીપ્ત, તુર્કી, દુબઈ વગેરે દેશોમાંથી પણ મહેમાનો આવ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા IITian બિઝનેસમેન અરુણ શર્માએ જણાવ્યું કે તે મૂળ રૂપે અલવરનો રહેવાસી છે. તેમની ફિનટેક કંપનીની ઓફિસ ઈસ્તાંબુલમાં છે. ત્યાં જવા માટે યુક્રેનમાંથી પસાર થવું પડ્યું. તે યુક્રેનમાં પણ રોકાતો હતો. 2021માં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન અરુણ શર્માને યુક્રેનમાં 15 દિવસ માટે ક્વોરેન્ટાઈન થવું પડ્યું હતું.
ક્વોરેન્ટાઇન સમયગાળા દરમિયાન જ અરુણ કેટરિના કાત્યાને મળ્યો, જે યુક્રેનમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. ત્યારબાદ જ્યારે પણ તે યુક્રેનમાંથી પસાર થતો ત્યારે તે કેટરિનાને ચોક્કસ મળતો. આ દરમિયાન જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે કેટરિનાનો પરિવાર પણ યુદ્ધ પ્રભાવિત વિસ્તારમાં ફસાઈ ગયો હતો. અરુણે તેના પરિવારને મદદ કરી અને કાત્યાના પરિવારને સુરક્ષિત રીતે ઈસ્તાંબુલ લઈ આવ્યો. ત્યારથી બંને પ્રેમમાં પડ્યા હતા.
જ્યારે અરુણ અને કાત્યાએ તેમના સંબંધીઓને તેમના સંબંધ વિશે જણાવ્યું, ત્યારે બધા તેમના લગ્ન માટે તૈયાર થઈ ગયા. કેટરીના ત્રણ મહિના પહેલા જ અલવર આવી હતી. અહીં તેઓ અરુણના પરિવાર અને સંસ્કૃતિને સમજી ગયા અને 7 ફેબ્રુઆરીએ બંનેએ લગ્ન કરી લીધા. અરુણ શર્માના પિતા નિવૃત્ત થઈ ગયા છે. જ્યારે માતા લલિતા શર્મા બુર્જા ગામમાં સ્કૂલ શિક્ષિકા છે.