યુક્રેનના આ ખેડૂતે તો રશિયાના કરોડો રૂપિયાનું કરી નાખ્યું નુકશાન, આખી મિસાઈલ સિસ્ટમને જ ફૂંકી મારી, જુઓ વીડિયો

રશિયન હુમલા સામે યુક્રેનમાં જનઆક્રોશ ચરમસીમાએ છે. વ્લાદિમીર પુતિનના એક ખોટા નિર્ણયે યુક્રેનને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે. એટલા માટે યુક્રેનની સામાન્ય જનતા પણ રશિયન સેનાનો સામનો કરવા મેદાનમાં ઉતરી છે. તેમને જે પણ મળી રહ્યું છે, તેમાંથી તેઓ પોતાની જમીન બચાવવામાં લાગેલા છે. આ દરમિયાન એક એવી ઘટના બની છે કે યુક્રેનના ખેડૂતોએ કરોડોની કિંમતની રશિયન મિસાઈલ સિસ્ટમનો નાશ કર્યો છે અને રશિયન સેના કંઈ કરી શકી નહિ.

રિપોર્ટ અનુસાર, યુક્રેનના ખેડૂતોએ તેમના ખેતરોમાં લગભગ 1.61 કરોડ ડોલરની કિંમતની રશિયાની મિસાઈલ સિસ્ટમને બાળી નાખી છે. ખેડૂતોએ પહેલા મિસાઈલ સિસ્ટમને કબજે કરી, પછી તેને ખેતરમાં લઈ જઈને આગ લગાડી. તસવીરો દર્શાવે છે કે આ રશિયન લશ્કરી સાધનો કાદવમાં ફસાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના પછી ગામલોકો ખૂબ જ ઉત્સાહિત હતા અને તેઓએ દાવો કર્યો હતો કે જ્યારે તેઓએ રશિયન વાહનને પકડ્યું ત્યારે તેના સૈનિકો ઉંદરોની જેમ દોડતા જોવા મળ્યા હતા અને તેમની મિસાઇલ સિસ્ટમ પાછળ છોડી ગયા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જે યુક્રેનના દક્ષિણી શહેર બાશ્તંકાનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના 1 માર્ચના રોજ બની હતી. ઘટનાની તસવીરો ડીનીપ્રો સિટીના મેયર બોરિસ ફિલાટોવ દ્વારા પણ શેર કરવામાં આવી હતી. જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

તસવીરોમાં પેન્ટસિર-સી મિસાઈલ સિસ્ટમ આગ બાદ બળીને રાખ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું છે કે કેવી રીતે ગ્રામવાસીઓએ રશિયન સૈનિકોને ‘યુક્રેનના ખેતરોમાં ઉંદરોની જેમ’ ભાગવા માટે મજબૂર કર્યા. ફિલાટોવે કહ્યું, ‘હું સામાન્ય રીતે વિજયના દૃશ્યો, યુદ્ધની ઉશ્કેરણી અને ટોપીઓ ફેંકી શકતો નથી. યુદ્ધ ખૂબ જ દુઃખદ છે, પરંતુ આ લોકો (ખેડૂતોને) હરાવી શકતા નથી.’ તેમણે કહ્યું- ‘આજે, બષ્ટંકાના ખેડૂતોએ સામૂહિક રીતે, છોડ્યા વિના, તેને કબજે કરી લીધો અને 15 મિલિયન યુએસ ડોલરની અદ્યતન પેન્ટસિર-સી મિસાઇલ સિસ્ટમને બાળી નાખી.’

કહેવાય છે કે પહેલા આ રશિયન મિસાઈલ સિસ્ટમ કાદવમાં ફસાઈ ગઈ હતી,  જેને પકડી લેવામાં આવી અને પછી આગ લગાડી દેવામાં આવી. અલગ-અલગ યુઝર્સ આ વીડિયો અને તેની સાથે સંબંધિત તસવીરોને અલગ-અલગ કેપ્શન સાથે પોસ્ટ કરી રહ્યાં છે.

Niraj Patel