આ છે યુક્રેનના ખેડૂતની તાકાત, ટ્રેકટરથી રશિયન સેનાનું આખું ટેન્કર ચોરી લીધું…? જુઓ વીડિયો કન્ઝર્વેટિવ સાંસદ અને ભૂતપૂર્વ આર્મી ઓફિસરે ફૂટેજ શેર કર્યા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેનના જુદા જુદા ભાગોમાં રશિયન સૈનિકો દ્વારા હુમલો કરવાના સમાચારે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. બોમ્બ ધડાકા અને ફાયરિંગના તમામ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે, કેટલાક એવા વીડિયો પણ છે જેમાં યુક્રેનિયનો રશિયા સામે લડવા માટે કમર કસી રહ્યા છે.

આ મુશ્કેલ સમય વચ્ચે આવી એક ક્લિપ ટ્વિટર પર ચર્ચાનો વિષય બની છે, જેને જોઈને યુઝર્સ યુક્રેનના લોકોની ભાવનાને સલામ કરી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સ આ ઘટનાની ક્લિપ જોઈને હસવાનું રોકી શક્યા નથી! ઓસ્ટ્રિયામાં યુક્રેનના રાજદૂત ઓલેકસેન્ડર શેરબા દ્વારા સોમવારે ટ્વિટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

વીડિયો શેર કરવાની સાથે તેમને કેપ્શનમાં લખ્યું “જો સાચું હોય, તો આ ચોક્કસ ખેડૂત દ્વારા ચોરાયેલી પ્રથમ ટેન્ક હશે… યુક્રેનિયનો ખરેખર મજબૂત છે.” આ ટ્વીટને અત્યાર સુધીમાં 92 હજારથી વધુ લાઈક્સ અને 20.4 હજારથી વધુ રીટ્વીટ મળ્યા છે. જ્યારે વીડિયોને 3.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ સાત સેકન્ડની ક્લિપમાં આપણે એક વાદળી રંગનું ટ્રેક્ટર રશિયન સેનાના ટેન્કને લઈ જતું જોઈ શકીએ છીએ. જ્યારે એક વ્યક્તિ તેની પાછળ દોડતો જોવા મળે છે. ત્યાં હાજર કોઈએ આ દુર્લભ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લીધું, જેનો વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે. જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.પ્લાયમાઉથ મૂર વ્યૂના કન્ઝર્વેટિવ સાંસદ અને ભૂતપૂર્વ આર્મી ઓફિસર જોની મર્સરે આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ ક્લિપ ઈન્ટરનેટના લોકોને ખૂબ જ રમુજી લાગી રહી છે. ઘણાએ એમ પણ કહ્યું કે ભલે આ સાચું નથી, પરંતુ આ જોઈને ખૂબ જ હાસ્ય આવે છે. એક યુઝરે લખ્યું  “મને પણ આશા છે કે આ સાચું હશે. જ્યારે અન્ય લોકોએ લખ્યું કે આ યુદ્ધની શરૂઆત થઈ છે, ત્યારથી આજે હું પહેલીવાર હસ્યો છું. આ ઉપરાંત અન્ય યુઝરે લખ્યું કે ઘણો સમય થઈ ગયો, હું ખૂબ હસ્યો, આ અદ્ભુત છે!

Niraj Patel